________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
છે અને પ્રાણીને પિતાની રિદ્ધિ મેળવતાં અડચણ કરે છે. જેને સંસારમાં મેહ છે. ગચ્છની વ સંધાડાની મમતા છે. ચેલાએલીઓની મમતા છે, પિતાની બડાઈ દેખાડવાની આકાંક્ષા છે. તેનું ચારિત્ર પાણીના રેલામાં તણુઈ ગયું જાણવું. સાધુ થયા બાદ પૂજાવાની, મનાવાની જે આકાંક્ષા તે ચારિત્રરૂપ કલ્પવૃક્ષના મૂળને બાળવામાં દાવાનળ સરખી જાણવી. રાગદ્વેષ જે કે થોડા દેખાતા હોય, બહારથી શાંત આકાર જણાય, વા કપટકળા થોડી આવડતી હોય વા કઈ કહે તેમ હા હા ભણે અને જગતમાં ભોળા એવા નામથી પ્રખ્યાત ગણાય, તોપણ જે આત્માનું સ્વરૂપ જાણ્યું નથી તે તેનું સર્વ ધૂળમાં ગયું, એટલે આત્માનું સ્વરૂપ સ્યાદ્વાદ રીતે જાણ્યું નથી તે કષ્ટ કરે. ક્રિયા-તપ-જ૫ જે કરે તે સર્વે તેનું ફળ શુન્ય જાણવું. કારણ કે ક્રોધી હોય વા રીમાળ હોય તે પણ જે જ્ઞાને કરી સ્યાદાદ રીતે આત્મસ્વરૂપ ઓળખતા હોય તેવા ગુરૂ મહારાજને સંગ કરવો તે આત્માને પ્રાંતે હિતકારક છે.
શકા: એમ માનશો નહીં કે દુનીયામાં જેની કીર્તિ ગવાણી હોય તેની પાસે ધર્મ છે. દુનીયામાં કોઈ એ માણસ નથી કે જેની કીર્તિ અને અપકીર્તિ તે બે ગવાયા વિના રહી હોય. માટે ભવ્ય જે આત્માનું હિત ઇચ્છતા હોય તે વિનયપૂર્વક તનમન અને ધનના અર્પણપૂર્વક જ્ઞાની એને વિનય કરશે તે અવશ્ય કલ્યાણ થશે. આત્માનું ઓળખાણ કરતાં ક્રોધ, માન, માયા, અને મેહ દૂર રહે છે. અને વિકલ્પ અને સંકલ્પરૂપ જે વિચારે તે પણ વિલય થાય છે. ફક્ત હું છું એવી રીતે આત્માની પ્રતીતિ થયા કરે છે અને અખંડ આનંદ ઉત્પન્ન થાય છે. તે રસ એવી જાતને છે કે જેણે અનુભવ્યો હોય તે જ જાણે. તેમ તીર્થકર મહારાજ પણ સાધ્ય આત્મસ્વરૂપ લક્ષી દેશના આપે છે અને બીજું જે જે બતાવ્યું છે તે પણ આત્માના ઉપકારક કારણ માટે છે. મારું તારું એ સર્વે પણ આત્માનું સ્વરૂ૫ ઓળખાયું નથી ત્યાં સુધી છે. દુનીયામાં જેટલાં પુસ્તકો છે તે પણ આત્માના જ્ઞાનથી રચાયેલાં છે. જ્ઞાન એ આત્માને ગુણ છે સર્વ ગુણેમાં મુખ્ય સત્તા ભોગવે છે. વેદાંતી તે જ્ઞાન સ્વરૂપ જ આત્મા માને છે. એટલે જ્ઞાન થકી આત્મા કંઈ જુદી વસ્તુ નથી. પણ જ્ઞાન તેજ આત્મા, એમજ છે. તે કહે છે. પણ તે પણ ભૂલ ભરેલ છે. જ્યારે જ્ઞાનને જ આત્મા એમ કહેવો ત્યારે એકલો જ્ઞાન શબ્દ કેમ નહીં કહે. જ્ઞાન એ ગુણ છે તે આત્મામાં ભાસે છે. જ્ઞાન એ આધેય છે અને આત્મા એ અધિકરણ છે. તેમને ભિન્નભિન્ન સંબંધ સ્વાદારવાદી કહે છે તે પ્રમાણ છે. નૈયાયિક
For Private And Personal Use Only