________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
વચનામૃત
આપણે બહિર્દષ્ટિથી અવલોકન કરીએ છે તેવી જ રીતે અંત ષ્ટિથી અવલોકન કરીએ તે આત્માના ગુણોને ઉદય થશે અને તેવા અભ્યાસમાં જેમ આપણે આગળ વધીશું, તેમ તેમ આપણું મન પ્રફુલ્લિત રહેશે અને મન પુષ્ટ થશે. પુષ્ટ થવું તેને જ સમજવું કે જેમાં મનને વિકલ્પ સંકલ્પની જાળ ગૂંથવી પડે નહીં, મન જેટલું બહિરના કામમાં રોકાય છે તેટલું જ જે અંતર દષ્ટિથી આત્માના ગુણોના ચિંતવનમાં રોકાય તે સહેજસાજ કંઈ અભૂત રસ પ્રાપ્ત થશે. જ્ઞાની પુરુષે જેટલું જાણે છે તેટલું લખી શકતા નથીજેમ જેમ આપણે આત્માના નિદિધ્યાસનમાં રોકાઈએ છીએ તેમ તેમ આપણે નવીન આનંદ મેળવતા જઈએ છીએ. અને તે આનંદ દેવતાના સુખ કરતાં અતિ અધિક છે. સ્ત્રીના વિલાસથી લેપટી પુરૂષો જે આનંદ માને છે તે કેવળ આનંદ કહી શકાય નહીં. પણ આનંદ તે એવો છે કે નિત્યસ્થિતિ યુક્ત છે. આત્માના ગુણેવડે જે આનંદ થાય છે તે કેવલી ભગવંત જાણી શકે છે.
આપણે નાટક જોઈ તેમાં ગુલતાન થઈ જઈએ છીએ અને અધિક આનંદ માનીએ છીએ તે તેના કરતાં વસતા એ રહ્યા જે ગુણે તેના સમૂહને નીરખતાં અને તે કાલ વહી જાય તેમાં શું નવાઈ છે? ના કંઈ નવાઈ નથી. નવાઈ તો એટલી જ લાગે છે કે માણસ સુખ ની આશાએ ભ્રમિત જ્ઞાને કરી જડ વસ્તુમાં આમ સુખનો સ્વાદ લેવા ઈચ્છે છે પણ કોઈ કાળે મળી શકવાને નથી.
સંસારરૂપી વૃક્ષના બીજ ભૂત રાગ અને દેશ છે. તેનાથી શરીરની ‘ઉત્પત્તિ છે. જડ વસ્તુને સંયોગ આત્માની સાથે કરાવનાર રાગ અને દેવ
છે. તે બે મહા દુઃખદાયક છે. એ રાગ દ્વેષરૂપ ભ્રમણવડે આત્મા નવા નવા પરમાણુથી બનેલા કર્મ સ્કંધને ગ્રહણ કરે છે, પણ આત્મા પોતાનું સ્વરૂપ
ધ્યાન ધારાએ વિચારે છે, ત્યારે કર્મ જે આત્માની સાથે લાગે છે તેને વેપાર બંધ પડે છે. અંતર જ્ઞાન સ્વતઃ ઉદ્ભવે છે અને મનોવૃત્તિ નિશ્ચળ થતી જાય છે. મનોવૃત્તિમારા પુદ્ગલ સ્કંધને જે સંચય આત્માને લાગે છે તે બંધ પડે છે. તે મન પણ પરમાણુના સમુહથી બનેલી વર્ગણું રૂપે છે, તે વર્ગણ અતિ સૂમ છે. તેથી સ્થૂલ ચક્ષુથી દેખવી અગમ્ય છે. પણું જ્ઞાન ચક્ષુનો ઉદ્ભવ થતાં તેને આભાસ થાય છે અને વિશિષ્ટ શાનથી તે મનનું યથાસ્થિત સ્વરૂપ માલુમ પડે છે. આત્માની સાથે મનને નિકટ સંબંધ છે. જે તેને વશમાં રાખી સારા પાયા પર લગાવીએ તે પુગલરૂપ જે કર્મ તેના દૂરકરણમાં સામેલ થાય છે. પણ જો તેને વશમાં
For Private And Personal Use Only