________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૦૭
જ્ઞાન વિના વ્યવહારકે, કહા બનાવત નાચ રત્ન કહો શા કાચક, અંત કાચ સો કાચ, વળી કહ્યું છે કેक्रिया शून्यं च यत् ज्ञानं, ज्ञान शून्या च या क्रिया । एतयोरंतरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥
સારાંશ એ છે કે જ્ઞાન વિના એકલી ક્રિયા ખતના જેવી છે અને ક્રિયાવિના જ્ઞાન છે તે સૂર્યસમાન છે પણ તેથી ક્રિયામાં મંદ પરિણામ નહીં રાખતાં ક્રિયાપૂર્વક જ્ઞાનને અભ્યાસ કરવો અને જ્ઞાનપૂર્વક ક્રિયાની આચરણ કરી આત્મહિત ચિંતવવું.
જેવી રીતે આત્માનું કલ્યાણ થાય તેવાં કારણે મેળવવાં જોઈએ. એ મુખ્ય માર્ગ છે, યાદ રાખવું જોઈએ કે જેન ધર્મ વિના બીજા ધર્મ પરિપૂર્ણ આત્મહિત કર્તા નથી. આત્મહિતકારી એક જન ધર્મ છે. જેને ધર્મને ઉપમા આપવાની આશા રાખવી તે ખોટી કહીએ તો પણ ચાલે એમ સમજવું. જ્ઞાની પુરૂષ શ્વાસોશ્વાસમાં કડી વર્ષનાં કરેલાં કર્મને નાશ કરે છે. અને અજ્ઞાની કરોડ વર્ષ સુધી પણ તપ કરતાં તેટલાં કર્મને નાશ કરી શકતો નથી. મતલબ કે કર્મનું સ્વરૂપ સમજ્યા વિના કર્મને નાશ શી રીતે થઈ શકશે ? જૈન ધર્મરૂપી ઘરના આધારભૂત-સ્તંભ સમાન જ્ઞાન છે. જે જ્ઞાનરૂપ સ્તંભને નાશ થાય તો જૈન ધર્મરૂપી ઘર પડી જાય. માટે જ્ઞાન તે તો અમૃત સમાન છે. કોડી વર્ષને સંયમ પર્યાય પણ જ્ઞાનવડે વહી જાય છે. જ્ઞાન એ આત્માનો મુખ્ય ગુણ છે. જ્ઞાન વડે જ આત્મા ઓળખી શકાય છે. ક્રિયા કરવી તેને પણ બતાવનાર જ્ઞાન છે, જ્ઞાન એ આ જગતમાં સેવનીય વસ્તુ છે.
જેને જ્ઞાનને ખપ છે તે જ્ઞાનીનું બહુમાન કરે છે. જ્ઞાનીના વચન અમૃત તુલ્ય જાણવા. અજ્ઞાની જે મિત્ર હોય તો તે ચાર ગતિમાં ભટકાવનારો થાય છે. જ્ઞાની કડવાં વચન કદાપિ શીખામણ ધારાએ કહે તે પણ તે ઔષધની પેઠે કમ રોગને હરે છે. જ્ઞાનીએ શિવસુખ પામ્યું પણ અજ્ઞાની શી રીતે પામી શકે? રત્નત્રયીમાં પણ જ્ઞાનગુણું પ્રથમ કહેલ છે. ચતઃ શાનિનવાજ કાના મહંત કહેવાય છે તે પણ જ્ઞાન ગુણને અનુસરીને છે. જગતમાં ભમવાનું મુખ્ય કારણ અજ્ઞાન છે. જ્ઞાન ત્રણ ભુવનને પ્રકાશ કરવામાં સૂર્ય સમાન છે. કયો પદાર્થ એ છે કે જ્ઞાનથકી નથી જણાતો. સર્વે પદાર્થ જ્ઞાન દ્વારા પ્રકાશે છે. જેમ જેમ કર્મોપાધિ દૂર થાય છે. તેમ તેમ જ્ઞાન સ્પરે છે.
For Private And Personal Use Only