________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
વચનામૃત. સંસારમાં સ્ત્રી ધનનો સંગ કરતા છતાં આત્માના સ્વરૂપની વિચારણા કરવી અને સ્ત્રી વગેરેમાં રાગ ધારણ કરે તે સ્મશાનીઓ વૈરાગ્ય સમજ. વેશ્યાને બંધ કર્યા છતાં જેમ સતીપણુનું ડોળ શોભે નહિ તેમ સંસારમાં ગૃહસ્થાવાસ રહી જ્ઞાનીને વેરાગીપણને ડાળ શોભી શકતા નથી.
સંસાર ત્યાગ કરી નીકળેલા અજ્ઞાની પુરૂષો પણ નાની થઈ નિરપાધિ દ્વારા મોક્ષ માર્ગ મેળવી શકે છે. તેમ તેરી રીતે સંસારમાં રહ્યા છતાં જ્ઞાની પુરૂષો મેક્ષ સામાન્ય દ્વારા મેળવી શકતા નથી. કારણ કે સ્ત્રી ધન અને પુત્રની ઉપાધિ શું જ્ઞાનીનું મન ફેરવી શકતી નથી ? હા અલબત્ત ફેરવી શકે છે. નાની થઈ ગૃહસ્થાવાસમાં પડી રહ્યા છે તે આત્માનું સ્વરૂપ જાણ્યાં છતાં પણ ઉધમ કરી શકતા નથી. તે ગળીયા બળદ સરખા જાણવા.
ચક્ષુવિના આંધળો માણસ જેમ દેખી શકતો નથી તેમ સમ્યગું જ્ઞાન વિના તત્વ સ્વરૂપ જાણું શકાતું નથી. જે પુરૂષ જ્ઞાન દ્વારા આત્મ
સ્વરૂપ જાણુને ક્રિયાને આદર કરતા નથી તે પાંગલા (લુલા) જાણવા. તે પણ આત્મહિત યથાયોગ્ય કરી શકતા નથી. મુક્તિ તે જ્ઞાન અને ક્રિયા બે વડે કરીને છે. માટે શાસ્ત્રમાં કહ્યું છે કે-શાન શિયાખ્યાં છે. જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ છે. એકાંત વાદી તત્ત્વ પામી શકતા નથી. એકાંત તત્ત્વની શ્રદ્ધા એ કુશ્રદ્ધા છે અને તેથી સંસારમાં ભટકવાનું થાય છે. વ્યવહારનય અને નિશ્ચયનય એ બે નયથી મુક્તિ છે પણ એકાંતન તત્વ સિદ્ધિ નથી. પણ જ્ઞાન અને ક્રિયાનું લક્ષણ જાણી સ્વીકારપૂર્વક મુક્તિ છે. જૈન ધર્મ ક્રિયા વિનાની જે અન્ય ધર્મની આશ્રવ ક્રિયા તેને ક્રિયા તરીકે માનવી તે અજ્ઞાન છે, સત સમાગમ તથા સદગુરૂ સંગમ દ્રવ્ય ક્ષેત્રકાળ-ભાવના અનુસારે પ્રાપ્ત થાય છે. દ્રવ્યક્ષેત્ર કાળ ભાવે જાણી શકે નહીં, અને ઉપનીત, અપનીત, અપનીત ઉપવીત તથા ઉપનીત અપનીત ભાષાના જ્ઞાન વિના ઉપદેશક પદને યોગ્ય થવું દુર્લભ છે. તેપણું જમાનાના અનુસાર સમજણ અનુસારે ઉપદેશ દેવો. ઉપદેશની ભિન્નતાને લીધે મહામતાંતર વધતા જાય છે. માટે શુદ્ધ ઉપદેશકની દુર્લભતા સંસારમાં છે. પ્રાણીઓ હઠ કદાગ્રહના ભર્યા શુદ્ધ વસ્તુને પણ અશુદ્ધ વસ્તુ તરીકે કહે છે. માટે હે ભવ્ય, જીવ જરા મનમાં વિચાર કરકે જીભ પામ્યાનું ફળ એ છે કે શુદ્ધ ઉપદેશક થવું. જ્ઞાનવડે જૈન શાશન છે, એમ કહીએ તો પણ ચાલી શકે; કારણ કે તીર્થકર મહારાજે ઉપદેશ આપ્યો તે પણ જ્ઞાન થકીજ આપે, અને લોકેએ સંસાર ત્યાગ કર્યો તે પણ જ્ઞાન થકી, માટે જ્ઞાની પુરુષોનું બહુ માન કરવું. અને તેમની વૈયાવચ્ચ કરવી તે શિવસુખ દાયક છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે
For Private And Personal Use Only