________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૦૫
તી છતી રસનો સ્વાદ જાણી શકતી નથી તેમ અજ્ઞાનીઓ કડછી સમાન હોવાથી જ્ઞાનીઓ પાસે રહ્યા છતાં શુદ્ધ આત્મ બોધ પામી શકતા નથી.
લંપટી પુરૂષો સ્ત્રીના અધરમાં અમૃત માને છે, કેટલાક નાગ લોકમાં અમૃત માને છે, કેટલાક દેવલોકમાં અમૃત માને છે, પણ તે બીચારા ખરા અમૃતને ઓળખી શકતા નથી. જેમ કસ્તુરી મૃગ ઘૂંટીમાં કસ્તુરી રહ્યા છતાં ચારે દિશામાં તેની વાસના ભ્રમથી ભમે છે, પણ પોતાની પાસે છે એમ જાણી શકતો નથી, તેમ અજ્ઞાનીઓ ખરું સુખ પિતાની પાસે છે તે જાણતા નથી અને ઉલટા બીજી વસ્તુમાં ખરા સુખના ભ્રમથી ભમ્યા કરે છે. આંખે કમળો થએલો માણસ જેમ સર્વ વસ્તુને પીળી દેખે છે, તેમ મેહરૂપી કમળાએ કરી માણસ અસાર સંસારને સારભૂત જાણે છે, તથા અહિતકારીને પણ હિતકારી સમજે છે. સંસારમાં કોણ પદાર્થ શાશ્વત છે કે જેને ગ્રહણ કરીએ? અલબત્ત સમજવાનું કે આત્મા વિના બીજા કે પણ પદાર્થની સુખ માનવું તે ભ્રમ છે. સુખ ક્યાં છે, તેનો વિચાર કરતાં સમજાય છે કે આત્મા વિના કોઈ પણ વસ્તુમાં સુખ નથી. બીજી વસ્તુઓ ઉપાધિભૂત છે. બીજી વસ્તુઓનો સંગ થવાથી આત્મા મનદ્વારા વિકલ્પ દશા અનુભવે છે, અને કર્મને સમુહ આત્મા ગ્રહણ કરે છે. આત્મા અને રૂપી વસ્તુ છે, પ્રતિ શરીર ભિન્ન ભિન્ન છે. પણ પુગલ સંયોગે લોલીભૂત થવાથી આપ-સ્વરૂપ ભૂલી ગયો છે અને પરભાવ જે પર વસ્તુ તેને પિતાની માની બેઠો છે. જ્ઞાની પુરૂષો પિતાનું સ્વરૂપ ધ્યાનધારાએ નીરખી તેમાં લીન રહે છે. અને કર્મ વસ્તુ ટાળવા ઉદ્યમ કરે છે. આપ સ્વરૂપમાં રમતાં કર્મજાલ નાશ પામે છે. અને સંસારમાં પરિભ્રમણ કરવાનું બીજભૂત જે કર્મ તેનો આત્માથી વિયોગ થાય છે.
કોઈક અપેક્ષાએ કમ વસ્તુમાં શત્રુપણું કંઈ ભાસતું નથી, કારણ કે તે કંઈ કર્મરૂપ પુદગલ સમજતું નથી કે હું તેને દુઃખી કરૂં વા સુખી કરું. જેમ લાકડી વા પકવાન તે શું કોઈના ઉપર રાગદેષ કરે છે. ના નથી કરતાં? તે તે પ્રમાણે કર્મ આત્મા ઉપર રાગ વા દેવને કરતું નથી. લાકડી વા પકવાનને જે ગ્રહણ કરી તેને જે ઉપયોગ કરે તેવું ફળ આપે, તે પ્રમાણે શુભાશુભ કર્મ પુગલને જે ગ્રહણ કરે તે પ્રમાણે તેના સંયોગથી સુખ દુઃખ જણાય છે. આત્માના ગુણોનું આચ્છાદન થવું અને પરપુદ્ગલનું આત્મા સાથે મળવું તેનું નામ દુઃખ; અને કર્મ થકી આત્માનું જુદા પડવું તેનું નામ સુખ સમજવું. બાકીનું સુખ તે દુઃખ સમજવું. જેમ જેમ સંસા રમાં જીવ બહુ માન માને છે તેમ તેમ તે મનને સ્મરણ કરતાં બુડે છે.
For Private And Personal Use Only