________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
CO
એક પુદગળદ્રવ્ય મૂર્તિમંત રૂપી છે. બાકીનાં પાંચ દ્રવ્ય અમૂર્તિમંત અરૂપી છે. છ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય પ્રદેશ છે. એક કાળદ્રવ્ય અપદેશી છે. છ દ્રવ્યમાં ધર્મ, અધમ અને આકાશ એ ત્રણ દ્રવ્ય એક છે. બાકી ત્રણ દ્રવ્ય અનેક છે. છ દ્રવ્યમાં એક આકાશ ક્ષેત્ર છે. બીજા પાંચ દ્રવ્ય ક્ષેત્રી છે. છ દ્રવ્યમાં જીવ અને પુગળ, એ બે દ્રવ્ય સક્રિય છે, બાકીનાં ચાર અક્રિય છે. છ દ્રવ્યમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્ય નિત્ય છે, બે અનિત્ય છે. યદ્યપિ ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણે સર્વ પદાર્થ નિત્યાનિત્યપણે પરિણમે છે તથાપિ ધર્માદિક ચાર દ્રવ્ય સદા અવસ્થિત છે માટે નિત્ય કહ્યાં. છ દ્રવ્યમાં ધર્માદિક પાંચ દ્રવ્ય કારણ છે. એક છવદ્રવ્ય અકારણ રૂપ છે. છ દ્રવ્યમાં એક છવદ્રવ્ય કર્તા છે. બીજાં પાંચ અકર્તા છે. છ દ્રવ્યમાં એક આકાશ સર્વગત છે. બીજાં પાંચ દ્રવ્ય માત્ર લોકાયાપી છે, માટે અસર્વગત જાણવાં. યદ્યપિ છ દ્રવ્ય ક્ષીરનીર પેરે પરસપર અવગાઢ છે તથાપિ પ્રવેશરહિત છે, એટલે કે ઈપણ દ્રવ્ય અન્ય દ્રવ્યમાં તદ્રુપપણે થતું નથી. માટે પ્રવેશરહિત છે. આનું વિશેષ સ્વરૂપ વિશેષાવશ્યકાદિક ગ્રંથકી જાણવું.
પુણ્યતવે.
નવ પ્રકારે પુષ્ય બંધાય છે તે બતાવે છે—સાધુ, સાધ્વી પ્રમુખને ૧ અન્ન દેવાથી પુણ્યબંધ થાય છે. ૨ પાણી દીધાથી પુણ્યબંધ થાય છે.
For Private And Personal Use Only