________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહે ઉપજતાં તેમને કેટલાએક કાળ તેલેસ્થાને અભાવ હોય.
પૃથ્વીકાયાદિક તિર્યંચ અને સંમછિમ તથા ગર્ભજમનુષ્ય એને જે જે લેસ્યા સંભવે તે તે લેસ્યાઓની સ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણુ જાણવી. એટલે પૃથ્વીકાયમાંહે જે લેગ્યા છે તે જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી અંતર્મુદ્દત સુધી રહે છે, ને વળી સંજ્ઞાએ કરી ફરી પણ જાય છે અને બીજી લેસ્યા થાય છે. અંતર્મદ ઉપરાંત લેશ્યા રહે નહીં. એમ અકાય પ્રમુખ તિર્યંચ તથા ગર્ભજમનુષ્યને પણ જાણવી.
છેલ્લી શુકલેશ્યા તે મનુષ્યને ઉત્કૃષ્ટી નવ વર્ષે ઊણી એક પૂર્વકડી વર્ષ સુધી રહે. તે કેવી રીતે રહે છે ? તે કહે છે ગર્ભકાળના નવ મહિના રહિત આઠ વર્ષમાંહે ચારિત્ર ન હોય તે માટે કઈક જીવ નવમે વર્ષે ચારિત્ર લેઈ કેવળજ્ઞાન પામે, તેવાર પછી નવ વષે ઊણી એક પૂર્વ કેડી વર્ષ પર્યત જીવતે રહે ત્યાં સુધી કેવળીને એકજ શુક્લ લેસ્યા હોય, અને બીજા મનુષ્યને શુકલ લેશ્યા અંતમુદ્દત પ્રમાણ હોય છે.
દેવતા અને અસંખ્યાતા આયુષ્યવાળા યુગલિયા મનુષ્ય તથા તિર્યચ, તેમાંહે સ્ત્રીવેદ અને પુરૂષવેદ એ બે વેદ હોય છે. સંખ્યાતા આયુષ્યના ધણી ગર્ભજમનુષ્ય તથા ગર્ભ જતિર્યંચ એમાંહે સ્ત્રી, પુરૂષ ને નપુંસક એ ત્રણ વેદ હોય છે. નારકી, એકેંદ્રિય, બેઈકિય, તેઈદ્રિય, ચૌરિદિય તથા સંમમિમનુષ્ય અને સમર્ણિમતિર્યચ, એ સવ નપુંસકવેદી છે. એટલે થાકતે આયુષ્ય પરભવનું આયુષ્ય બાંધે તે આયુષ્યને બંધકાળ કહીએ. બીજાં આયુષ્ય બાંધ્યા પછી જેટલે કાળ ગયે થકે આયુષ્ય ઉદયે આવે તેના વચમને જે કાળ તેને અબાધાકાળ
For Private And Personal Use Only