________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાંત, નખે કરી માંહમાંહે પ્રહાર કરે. તે પ્રહારેકરી પીડા પામેલા તે લેહીના કાદવમાં આળોટતા રૂદન કરે. મોટા ભયંકર શબ્દ મૂકે. સમ્યગદૃષ્ટિ નારકી હોય તો પિતાનાં પૂર્વભવકૃત પાપને સમરણ કરી બીજા નારકીથી થએલું દુઃખ સમ્યપ્રકારે સહન કરે, પણ બીજાને પીડા ઉપજાવે નહીં.
પરમાધામીકૃત વેદના-નરકાવાસાની પહેલી ભીંતને વિષે નિકુટ આલા છે. તે નારકીને ઉપજવાની યોનિ જાણવી. ત્યાં નારકી ઉપન્યા પછી અંતર્મુહૂર્તો આળીયો (આલો) નાનો અને શરીર મોટું થાય. તેથી તેમાં સમાય નહીં તેવારે નીચે પડે. તે જે નીચે પડે કે તરત પરમાધામી ત્યાં દેડી આવે. આવીને પૂર્વકૃત કર્સના અનુસારે દુઃખ આપે. જેણે મદ્યપાન કર્યું હોય તેને તપાવેલું સીસું પીવરાવે. પરસ્ત્રીસંગી જે હોય તેને અગ્નિમય લેહની પૂતળીનું આલિંગન કરાવે અને કૂટશીમલાના વૃક્ષ ઉપર બેસાડે. લોઢાના ઘણે કરી ઘાત કરે. વાંસલાએ કરી છે. ક્ષત ઉપરે ક્ષાર આપે. ઉના તેલમાંહે તળે. કુંત ભાલામાંહે શરીરને પરોવે. ભઠ્ઠીમાંહે શેકે. ઘાણીમાંહે પીલે. કરવતે કરી વેહેરી નાખે. કાક, કૂતરા, ઘુઅડ, સિંહ પ્રમુખને વિકૂવી કદર્શન કરાવે. વૈતરણ નદીમાંહે ઝબળે. અસિપત્રવનમાંહે પ્રવેશ કરાવે. તપેલી રેતીમાંહે દોડાવે. વજમય કુંભમાંહે તીવ્ર તાપે કરી પચતાં, નારકી ઉત્કૃષ્ટા પાંચસે યોજન ઊંચા ઉછળે. ત્યાંથી તેઓને પાછા પડતાં વજુમય ચંચુએ કરી પક્ષીઓ તોડે. ધરતી પર પડ્યા છતા વાધ ખાય, એવા તે પરમાધામી અધમ મહાપાપીષ્ટ ક્રરકમી હોય.
કદણ્યમાન એવા નારકને માંહોમાંહે પાડા, કૂકડા, મેંઢાની પેરે ઝુઝતાં (યુદ્ધ કરતાં ) દેખી પરમાધામી હર્ષ પામે, અટ્ટહાસ
For Private And Personal Use Only