________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
દેવતા ચવીને ક્યાં ઉપજે તે કહે છે–સામાન્યપણે ચારે નિકાયના દેવતા દેવલોકમાંથી ચવીને એક યુગલિયા વિના ગર્ભજ પર્યાપ્ત સંખ્યાના આયુષ્યના ધણુ મનુષ્ય તથા તિર્યંચને વિષે જાય પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમ હે દેવતા મરીને ઉપજે.
સનતકુમાર આ લેઇને સહસ્ત્રાર દેવલોક સુધીના દેવતા ચવીને એકેદ્રિયમાંહે ઉપજે નહીં. આણુત પ્રમુખ દેવકથી માંડી અનુત્તર વિમાન સુધીના દેવતા ચવીને ગર્ભ જ પર્યાપ્તા સંખ્યાના આયુષ્યવાળા સામાન્ય મનુષ્યમાંહે ઉપજે, પણ પૃથ્વી આદિક એકેંદ્રિયમાંહે ને ઉપજે તથા નિયેચમાં પણ ઉપજે નહીં
ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી, સૌધર્મ અને ઇશાન દેવલેક સુધી દેવીઓનું ઉપજવું હોય. ઉપરાંત દેવીઓને ઉપજવું હેય નહી. ઉપરના દેવતાના ભેગને માટે સૌધર્મ તથા ઇશાન દેવલોકની અપરિહિતા દેવીઓ આઠમા સહસ્ત્રાર દેવલેક સુધી જાય.
અમ્યુત દેવલેથકી ઉપરાંત દેવતાનું પણ ગમનાગમન નથી. હેલા દેવોને બારમા દેવલકથકી ઉપરાંત જવાની શક્તિ નથી તથા ઉપરના દેવતાને અહીંયાં આવવાનું પ્રયોજન નથી, કારણ કે નવરૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનના દેવતા તીર્થ કરના કલ્યાણક મહિમા માંહે પણ શયાથી નીચે ઉતરે નહીં પણ શય્યામાં બેઠાં થકાં નમસ્કારાદિક ભક્તિ સ્થાગ્ય જાળવે અને સંદેડ ઉપજે તો મને વર્ગણાએ પ્રશ્ન કરે, અને કેવળી પણ કેવળજ્ઞાને જાણીને મનોવર્ગણુએ ઉત્તર આપે.
For Private And Personal Use Only