________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
છે. મધ્યમ ભુવન છે તે મહાવિદેહક્ષેત્ર પ્રમાણ ૩૩૬૮૪ યોજન અને એક જનના ઓગણીશા ચાર ભાગ ઉપર એટલાં મોટાં છે.
વ્યંતરદેવોના ભેદ–૧ પિશાચ, ૨ ભૂત, ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ જિંપુરૂષ, ૭ મહોરગ, ૮ ગંધર્વ.
હાથમાં અને ગ્રીવામાં રત્નનાં આભૂષણ ધરનારા અત્યંત સ્વરૂપવાન પિશાચદેવ છે. ૧ કુષ્માંડા, ૨ પટકા, ૩ જોષા, ૪ આન્ડિકા, ૫ કાલા, ૬ મહાકાલા, ૭ ચક્ષા, ૮ અક્ષા, ૯ તાપિશાચ, ૧૦ મુખરપિશાચ, ૧૧ અધસ્તારકા, ૧૨ દેવા, ૧૩ મહાદેહા, ૧૪ દક્ષીકા, ૧૫ વનપિશાચ, એ પન્નર પ્રકારના પિશાચદેવ છે.
૧ સ્વરૂપા, ૨ પ્રતિરૂપા, ૩ અતિરૂપા, ૪ ભૂતત્તમા, ૫ સ્કંદિકા ૬ મહાકદિકા, ૭ મહાવેગા, ૮ પ્રતિછત્રા, ૯ આકાશગા. એ નવ પ્રકારના ભૂતદેવે છે, તે સ્વરૂપવંત સામ્યમુખવાળા હોય છે. શરીરે વિવિધ પ્રકારનાં વિલેપન કરે છે.
ગંભીર સ્વભાવવાળા, પ્રિયદર્શની તથા હાથપગનાં તળીઓ, નખ, તાલુ, જીભ, હઠ જેમનાં લાલ હોય છે, એવા યક્ષદે હોય છે. તે દેદીપ્યમાન મુગટ ધારણ કરે છે. તેમના તેર ભેદ છે. ૧ પૂર્ણ ભદ્રા, ૨ મણિભદ્રા, તભદ્રા, ૪ હરિભદ્રા, ૫ સુમનભદ્રા, ૬ વ્યતિપાકભદ્રા, ૭ સુભદ્રા, ૮ સર્વતોભદ્રા, ૯ મનુષ્યપક્ષા, ૧૦ ધનાધિપતિ, ૧૧ ધનાધારા, ૧૨ રૂપિયક્ષા, ૧૩ યક્ષેત્તમા, એ તેર ભેદ યક્ષદેવના છે.
સ્વભાવે ભયંકર અને જેમનું દર્શન પણ ભયંકર તથા જેમને જેતાં ભય ઉપજે એવા વિકાળ, રક્ત તથા લાંબા હોઠવાળા, તપનીય આભૂષણ ધારણ કરનારા, એવા રાક્ષસદે તે ૧ ભીમા, ૨
For Private And Personal Use Only