________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
દેહરા,
ગ્રંથ એ પૂરણ થયે, નામે તત્ત્વવિચાર; ભણે ગણે તે પામશે, સમકિત શ્રદ્ધા સાર. આગમસમુદ્ર અપાર છે, પાર ન પામે કેય; તેનો લેશ એ વચે, વર્ણવતાં સુખ હોય સામાન્યવચનથી એ સ્તવ્યો, નિજ મતિને અનુસાર; ભૂલચૂક જે હોય તે, પંડિત લેજે સુધાર. નગર પાદરા શોભતું, શાંતિનાથ સુખકાર; અચિરાનંદન વંદતાં, સંઘ સકળ જયકારશાંતિકરણ શ્રી શાંતિનાથ, પ્રણમું આણી નેહ; અષ્ટ કર્મનો ક્ષય કરી પામ્યા શિવવધુમેહ. દેરાસરમાં શોભતા, ભોંયરામાં મનોહાર; પુરિસાદાણી પાર્શ્વનાથ, વિઘ વિદારણહાર. જગમાં ખ્યાતિ જેહની, સમરંતાં સુખ થાય; પાર્શ્વનાથ જગમાં જય, શિવસુખ મંગળદાય. ધરણે પદ્માવતી, સાંનિધ્ય કરે સદાય; ઋદ્ધિ વૃદ્ધિ સુખસંપદા, નામે નવનિધિ થાય. જ્યાંગે શશિ સૂરજ રહે, મેરૂ અવિચળ ખાસ; ત્યાંલગે મંથ એ સ્થિર થઈ, ભવિજનમન કરો વાસ. શ્રીહીરવિજયસૂરિ રાજતા, તસ શાખા શિરદાર: ઉપાધ્યાય ગુણવંતશ્રી, સહેજસાગર સુખકાર
For Private And Personal Use Only