________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪ ) વાળા ગણાય છે તે પણ તેઓ સાત નની સાપેક્ષાપૂર્વક જે નવત
નું સ્વરૂપ સમજી તેની શ્રદ્ધા ધારણ કરે છે તે તે સમ્યગ્ગદષ્ટિવાળા (જૈન) થઈ શકે છે, સમ્યગ્રજ્ઞાન, દર્શન અને ઉત્તમ ચારિત્ર આદિ ગુણથી જેન થવાય છે પણ જાતિ વા કુળમાં જન્મ લેવા માત્રથી કંઈ જૈન થઈ શકાતું નથી. ઉત્તમ સગુણે લેવા અને દુર્ગાને ત્યજવા ઇત્યાદિ સિદ્ધાંતવાળે જૈનધર્મ આખી દુનિયાના મનુષ્યની ઉન્નતિ કરી શકે એમાં જરા માત્ર શંકા નથી, આર્ય દેશમાં, અનાર્ય દેશમાં, જન્મેલા સર્વે મનુષ્ય સગુણેથી જૈનધર્મ પાળી મુક્તિ મેળવી શકે છે એમ શ્રીતીર્થકરેની આજ્ઞા છે.
પ્રશ્ન-જ્યારે જૈનધર્મ આ ઉત્તમ ધર્મ છે ત્યારે જૈન તરીકે કહેવાતા મનુષ્યોમાં કેમ દુર્ગણે દેખાય છે? અને તેઓ કેમ બરાબર પોતાની ઉન્નતિ કરી શકતા નથી, રાગદ્વેષ જીતે તે જિન અને રાગદ્વેષ જીતનારના અનુયાયી જૈને કહેવાય છે ત્યારે તેમાં કેમ લેશ વગેરે દેખવામાં આવે છે?
ઉત્તર–જૈનધર્મની ઉત્તમતાનું પરિપૂર્ણ વર્ણન કરી શકાય તેમ નથી. જૈનધર્મમાં કહેલા સગુણેને જે જે અંશે ધારણ કરી શકાય છે, તે તે અંશે દુર્ગુણેને નાશ થાય છે. કર્મનાં આવરણને જે જે અંશે ખસેડવામાં આવે છે તે તે અંશે આત્માના સગુણે, જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ પ્રગટે છે, જે જે અંશે, જૈનધર્મ પાળવામાં આવે છે તે તે અંશે દુર્ગનો નાશ થાય છે, જૈનધર્મ પાળતાં પાળતાં દુર્ગુણેનો નાશ થાય છે; કંઈ એકદમ દુર્ગણોનો નાશ થઈ શકતું નથી. જેઓએ જૈનતત્ત્વનું સૂક્ષ્મ દૃષ્ટિથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેઓએ જ્ઞાનપૂર્વક તેમજ શ્રદ્ધાપૂર્વક જૈનધર્મ સ્વીકાર્યો હોવાથી તેવા દુર્ગુણેને હઠાવી સગુણેની વૃદ્ધિ કરે છે. જૈનતત્ત્વજ્ઞાનપૂર્વક જેઓ જૈનો બન્યા છે તેઓને આમ પ્રતિદિન ઉચ બનતો જાય છે-દયા, દારૂ માંસ વગેરેનો ત્યાગ વગેરે સગુણ જેનોમાં વિશેષતઃ દેખાય છે. કૂળમાં ઉત્પન્ન થવા માત્રથી જેઓ જેને કહેવાય છે, અને જ્ઞાન તથા શ્રદ્ધારહિત છે, તેમાં કેટલેક અંશે સગુણે કરતાં દુર્ગુણો વિશેષ હોય એમ બની શકે તે પણ તે દયા પાળવી, દારૂ માંસાદિ અભક્ષ્ય પદાર્થોને ત્યાગ કરવો વગેરે ગુણેને તે કુળમાં જન્મમાત્રથી ધારણ કરે છે, તેવું અન્ય ધર્મવાળા માંસાહારી મનુષ્યમાં દેખાતું નથી, જેમ જેમ જ્ઞાનનો જમાને વધતો જાય છે તેમ તેમ જેમાં સગુણે વધતા જાય છે. જેનેના સાધુઓ તથા સાથીઓ સર્વ ધર્મના સાધુઓ કરતાં ધર્મના આચાર વિચાર વગેરેમાં વિશેષ સગુણેને ધારે છે, એમ નિશ્ચય છે. અન્યધર્મવાળાઓ કરતાં જૈનેમાં સભ્ય જ્ઞાન
For Private And Personal Use Only