________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૨ ). વિદ્યા વગેરેનું આરાધન કરી શક્તિ મેળવવી. જાનો જમાને અને નવા જમાનાના આચારે તથા વિચારેને પૂર્ણ અભ્યાસ કરી અનુભવ જ્ઞાન મેળવવું. દરેક દેશના લોકેના રીતરીવાજ કેવા સંગમાં બંધાયા છે અને તે ધર્મને અનુસરીને બંધાયા છે કે નહીં તેને અનુભવ મેળવે, સાધુઓ તથા સાથીઓને અને શ્રાવક તથા શ્રાવિકાઓને ધર્મમાર્ગમાં દઢ કરવાના ઉપાયનું જ્ઞાન મેળવવું, જૈનધર્મની પ્રભાવનાના ઉપાયેનું જ્ઞાન મેળવી તેને અમલમાં મૂકવાને અનુભવ મેળવ, પાનદર્શન અને ચારિત્રને વ્યવહાર અને નિશ્ચયથી આરાધવા તત્પર રહેવું અન્ય ધર્મના આચાર્યોની ધર્મસંબંધી ચળવળને સદાકાળ જાણુતા રહેવું, અન્ય ધર્મના આચાર્યો ધર્મ ફેલાવવા કયા ક્યા ઉપાયે રચે છે તેને પૂર્ણ રીતે જાણતા રહેવું. જમાનાને અનુસરી ધર્મસંબંધી સુધારા વધારા કરવાનું જ્ઞાન મેળવવું. જમાનાને અનુસરી લોકોને બોધ આપવાની રૂઢિનું જ્ઞાન મેળવવું. અન્ય લેકેને જૈનધમ બનાવવાના ઉપાયોનું સૂક્ષ્મદ્રષ્ટિથી જ્ઞાન મેળવવું. જૈનધર્મથી પરામુખ થનારાઓને, ધર્મના ઉપાયોથી ધર્મમાં સ્થિર કરવા. સાધુઓ તથા સાધવીઓને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને અનુસરી ઉપદેશ દેવાની શૈલી સમજાવવી. અનેકરીત્યા ચતુર્વિધ સંઘની ઉન્નતિ માટે અનેક પ્રકારના ઉપાયેના વિચાર કરવા, સાધુઓ તથા સાધ્વીઓને સૂત્ર સિદ્ધાન્તોનો અભ્યાસ કરાવવો, જૈનગુરૂકુળ, જૈન પાઠશાલાઓ સ્થપાવવા સંબંધી યોગ્ય રીતે સાત ક્ષેત્રની પુષ્ટિને ઉપદેશ દેવો. વિદ્વાન સાધુઓ તથા સાધ્વીઓને યોગ્યતા પ્રમાણે ગ્ય પદવીઓ આપવી. જૈનધર્મની ઉન્નતિ માટે પૂર્ણ ઉત્સાહથી ઉદ્યમ કરે, જમાનાને અનુસરી સૂત્રોનાં રહસ્ય સમજાય તેવા ગ્રન્થ રચવા તથા રચાવવા. સાધુઓ વગેરેને સૂત્ર, સિદ્ધાન્તનાં રહસ્ય સારી રીતે સમજાવવાં. સૂત્ર તથા અર્થનું ઉપાધ્યાયે તથા આચાર્યે અનુક્રમે દાન દેવું, અન્ય સાધુમંડલોની (અન્યગોની) સાથે ઉદીરણા કરી કલેશ ન કરે. અન્ય સાધુ મંડલે (ગા) ના આચાર આદિ માન્યતાસંબંધી ખંડનમંડનમાં ન પડવું. સર્વ સાધુ મંડેલે સાથે પરસ્પર સંપીને રહેવું. સાધુઓ તથા સાધ્વીઓ બ્રહ્મચર્યાદિ સારી રીતે રક્ષણ કરે તે ઉપદેશ દે. પંચમહાવ્રત તથા પંચાચારનું પાલન કરવું, સર્વ દેશના લેકમાં જૈન તત્વોને પ્રચાર કર. ચતુર્વિધ સંઘ ભેગે કરી ધર્મની ઉન્નતિના હેતુઓ ઘડવા. દરેક બાબતમાં ગંભીર મન રાખવું, ત્યાગ, વૈરાગ્ય, ધ્યાન, સમાધિમાં રમણુતા કરવી. જૈન વિદ્વાનોને ઉત્તેજન આપવું. દરેક બાબતમાં વિવેકદ્રષ્ટિથી વિચાર કર, યથાશક્તિ ગામેગામ દેશદેશ વિહાર કરવા. જૈનધર્મનાં પ્રાચીન પુસ્તકોને ઉદ્ધાર કરવા
For Private And Personal Use Only