________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધમ જેનેને ધર્મમાં સ્થિર રાખવા બનતું કરવું, જૈનધર્મને ફેલાવે કરવા આત્મભેગ આપ-પ્રાણુતે પણ જૈનધર્મનો ત્યાગ કરવો નહીંદારૂ માંસ વગેરે વ્યસનને ત્યાગ કરે. દેશ, કાળ, અને કુળને ઉચિત વસ્ત્ર પહેરવાં, નકામા ખર્ચ ત્યાગ કરવા. જૈન પાઠશાલાઓ, જ્ઞાનભંડારે, અને જૈન ગુરૂકૂળે વગેરેમાં તન મન અને ધનથી મદત કરવી. અને તેમાં ભાગ લે. જૈન ધર્મના ફેલાવાના ઉપાયે જવા માટે ચતુર્વિધસંઘનાં અનેક મંડળે ભરાય તેમાં સહાયપૂર્વક ભાગ લેવો. અધ્યાત્મ યોગનું જ્ઞાન મેળવવું, જૂના તથા વીન ગ્રંથ લખાવવા તથા છપાવવા, અને તેમજ સ્થાવર તીર્થોનું રક્ષણ કરવું, આમાથી સાધુ અને સાવીએની વૃદ્ધિમાં મદત કરવી. શ્રાવિકાના ગુણે પ્રગટાવવાના પ્રયત્નો કરવા, ન્યાયથી આજીવિકા માટે વ્યાપાર આદિમાં પ્રવૃત્તિ કરવી. બહાદૂર બની મડદાલપણું દૂર કરવું. કર્મ પ્રમાણે સુખ દુઃખ ભોગવતાં સમભાવ ધારણ કરવા પ્રયન કરો, ઘરનાં કાર્યો સર્વ જયણપૂર્વક કરવાં જોઈએ. આળસને નાશ કરી ઉદ્યમમાં તત્પર રહેવું, અનેક પ્રકારની વિદ્યાકળા આદિનું જ્ઞાન મેળવવું. નીતિને હૃદયમાં ધારણ કરવી. લેક વિરૂદ્ધને ત્યાગ કરે. મિથ્યાત્વ રીવા તથા દુષ્ટ બાળલગ્નાદિ રીવાજોનો નાશ કરે. પોતાના કુટુંબને જૈનધર્મને બોધ આપી શ્રદ્વાળું રાખવું, જૈનોની ઉન્નતિમાં આત્મભેગ આપ, જૈનોને ભણુંવવા વગેરે કાર્યમાં સહાય આપવી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિચારી ચાલવું, વિધવા થતાં સાધી થઈ મુક્તિની આરાધના વડે જૈનધર્મને ફેલા કર તથા તીર્થયાત્રા, ગુરૂયાત્રા કરવી, ઉઝમણ વગેરેનું ખરું સ્વરૂપ સમજી ગીતાર્થ ગુરૂની સલાહ લેઈ કરવાં ઈત્યાદિ વિરતિશ્રાવિકાઓનું કર્તવ્ય છે. વિશેષ જૈન શાસ્ત્રોથી અગર ગુરૂ પાસેથી સમજવું.
અવિરતપુર આવશે તથા વિવાઓનું સૈદઘા–જૈનધર્મનું જ્ઞાન થયા છતાં તથા વિરતિપણુની ઈચ્છા છતાં શ્રેણિક રાજા તથા શ્રીકુણની પેઠે વિરતિપણું પ્રાપ્ત થતું નથી, તેવા શ્રદ્ધાળુ શ્રાવકે તથા શ્રાવિકાઓ વિરતિપણના અભાવે અવિરતિ સમ્યગદષ્ટિ શ્રાવકે તથા શ્રાવિકાઓ કહેવાય છે. તેઓ તીર્થકર વગેરેની ભક્તિ સારી રીતે કરી શકે છે. સાધુઓ અને સાધ્વીઓની તન, મન અને ધનથી વૈયાવચ્ચે (ભક્તિ) કરી શકે છે. સાત ક્ષેત્રોની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવના અનુસારે તન મન ધનથી પુષ્ટિ કરે છે. શ્રી વીતરાગ કથિત પર પૂર્ણ શ્રદ્ધા રાખે છે, દેને સેવતાં છતાં દેને દોષતરીકે સમજે છે અને ગુણેને ગુણ તરીકે સમજવાની દષ્ટિ ધારે છે. દેવ, ગુરૂ, અને ધર્મની ભક્તિ કરે છે.
For Private And Personal Use Only