________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) દેવા સગવડ કરવી. અધ્યાત્મયગ જ્ઞાન મેળવવું, અનેક જાના તથા નવીન ગ્રન્થો છપાવવાની વ્યવસ્થા કરવી, સાધુ અને સાધ્વીઓની વૈયાવચ્ચ કરવી. સ્થાવર તીર્થોનું રક્ષણ કરવું. જમાનાને અનુસરી જૈનધર્મની ઉન્નતિ માટેજ ધનનો વ્યય કરે. શ્રાવકના ગુણેને પ્રગટાવવા પ્રયત્ન કરો. ન્યાયથી ધન પેદા કરવું, બહાદૂર બનવું. ઉદ્યમમાં તત્પર રહેવું, અનેક પ્રકારની વિદ્યાકળા સંપાદન કરવી. ગમે તે દેશના અને ગમે તે જાતના મનુષ્યોને જૈનધર્મ પાળવામાં સગવડતા કરી આપવી, નીતિ પાળવી. કુટુમ્બનું પેષણ કરવું, પુત્રપુત્રીઓ વગેરેને વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણું આપવી. લેકવિરૂદ્ધને ત્યાગ કરવો. મિથ્યાત્વ છવાજે તથા દુષ્ટ બાળલગ્નાદિ રીવાજોને નાશ કર. પિતાના કુટુમ્બને જૈનધર્મમાં દઢ કરવું. અને સારી રીતે તને સમજાવી દઢ જૈનધર્મી બનાવવા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરી ચાલવું. અન્ય પ્રજા કરતાં ઉન્નતિમાં આગળ વધવું, જૈનેની ઉન્નતિ કરવા આત્મભેગ આપો. જૈનેને ભણવા આદિ કાર્યમાં સહાય દેવી. તીર્થયાત્રા કરવી, જમાનાને ઓળખી નાતજમણુ વગેરેમાં અલ્પ ધન ખર્ચવું. ઉઝમણાં વગેરેની ખરી વ્યવસ્થા, જમાનાને અનુસરી કરવી વગેરે વિરતિશ્રાવકોને કર્તવ્ય છે.
રિરિજિયોનું ધ્યા-વ્યવહારે દેવગુરૂધર્મની શ્રદ્ધાપૂર્વક સમ્યકત્વ અંગીકાર કરી બાર, વા બારવ્રતમાંથી પાળી શકાય તેટલાં ગુરૂની પાસે વ્રતો ઉચ્ચરવાં. સાધુઓ તથા સાધ્વીઓનું ચાર પ્રકારના આહાર, તથા વસ્ત્ર, પાત્ર, વસતિદાન આદિથી વૈયાવચ્ચ (ભક્તિ) કરવું, વ્યાવહારિકજ્ઞાનની (કેળવણુની) ઉચ્ચ પદવી મેળવવી. ધાર્મિક કેળવણીનો અભ્યાસ સારી રીતે સાધ્વીએ આદિ પાસે કરો. સાત ક્ષેત્રને પિષી તેનું રક્ષણ તથા પુષ્ટિ કરવી. પિતાની પુત્રીઓને અનેક ભાષા તથા તને અભ્યાસ કરાવી તેઓની શારીરિક તથા માનસિક શક્તિ ખીલવવી. બે વખત આવશ્યક ક્રિયા કરવી નવકારશી આદિ પ્રત્યાખ્યાન કરવાં. દેવગુરૂ ધર્મની આરાધના કરવી. સ્ત્રીવર્ગઆદિની ધર્મોન્નતિમાં ભાગ લે, સ્ત્રીવર્ગનો સુધારો કરવા બનતું કાર્ય કરવું, યથાશક્તિ જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરવી, ગુરૂનું ધર્મવ્યાખ્યાન સાંભળવું. સાત ક્ષેત્રમાં જમાનાને અનુસરી ધર્મ ખર્ચીને તેની રક્ષા કરવી. ધર્મને ફેલાવો કરશે અનેક પ્રકારની પ્રભાવના કરવી, સાધમાં બંધુઓને સહાય દેવી. ધર્માર્થે તથા વ્યવહારાર્થે અનેક પ્રકારની ભાષાઓ દ્વારા કેળવણી લેવી. ચતુર્વિધ સંઘતીર્થની ઉન્નતિ માટે તન મન અને ધનથી અનેક ઉપાયો યોજવા, ગ્રહણ કરેલાં વ્રતનું પાલન કરવું,
For Private And Personal Use Only