________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) ગ્ર રચવા, ઉપદેશ દેવ, સુધારો કરો. વગેરે પ્રકારની પ્રવૃત્તિ કરી જૈનધર્મને ઘણે ફેલા કરી શકે છે. જમાનાને ઓળખવામાં અને તે પ્રમાણે વર્તવામાં ધર્મના નેતા આચાર્યો વગેરે ઉપેક્ષા કરે છે તે જૈનધર્મના પ્રકાશની મન્દતા થાય છે, જમાનાને અનુસરી દરેક ધર્મવાળાઓ સુધારે, વધારે, તથા ધર્મના ફેલાવા માટે અનેક ઉપાય ગ્રન્થ રચવા વગેરેના કરે છે તે જૈન ધર્મના આચાર્યો વગેરે જમાનાને અનુસરી જૈનધર્મના ફેલાવા માટે ગ્રન્થરચના, ઉપદેશ, આદિ અનેક ઉપાય કરે તેજ જૈનધર્મનો પ્રકાશ વધતો જાય. ગ્રંથરચનાને મૂળ આશય સૂત્રોને અનુસરી જૈનધર્મને ફેલા કરવાનો તથા જૈનગ્રન્થસાહિત્ય વધારવાનો હોય છે.
પ્રશ્ન–શ્રી મહાવીર તીર્થકરે સમવસરણમાં બેસી ચતુર્વિધ તીર્થની સ્થાપના કરી તે જાણ્યું પણ દરેક તીર્થનું શું શું કર્તવ્ય છે, તે સમજાવશે.
ઉત્તર–સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ તીર્થ કહેવાય છે.
- સાધુનું ત્રિા–તેઓ જૈનતત્ત્વની શ્રદ્ધાપૂર્વક વ્યવહારે સમકુત્વને અંગીકાર કરે છે. પ્રથમ વ્રતમાં હિંસાને ત્યાગ, દ્વિતીય વ્રતમાં અસત્યનો ત્યાગ, તૃતીય વ્રતમાં ચોરીને ત્યાગ, ચતુર્થવ્રતમાં બ્રહ્મચર્ય, પંચમવતમાં બાધધનાદિ પરિગ્રહને ત્યાગ એ પિચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભોજન ત્યાગવતને ઉત્સર્ગ અને અપવાદમાર્ગપૂર્વક આદરે છે. દેાષરહિત આહાર ગ્રહણ કરે છે, આભાઓને અનંતસુખ પ્રાપ્ત કરાવવા ધર્મને ઉપદેશ આપે છે. ગામેગામ અને દેશદેશ વિહાર કરે છે. સંસારને ત્યાગ કરી આત્મભેગ આપી જૈનધર્મની ઉન્નતિ કરવા ક્ષેત્રકાળને અનુસરી ઉપદેશ આપે છે. સાધુઓનાં મંડળે, સાધુઓની ઉન્નતિ માટે આચાર્ય, ઉપાધ્યાય વગેરેની સ્થાપના કરે છે અને તેમાં શ્રાવક અને શ્રાવિકાઓની યોગ્ય સલાહ લે છે. નવા નવા શ્રાવકે તથા શ્રાવિકાઓને બનાવે છે.
ધર્મની ઉન્નતિ કરવા ષડ્રદર્શનનાં તત્ત્વોને તથા અનેક ભાષાઓને અભ્યાસ કરે છે. સૂત્રોનું તથા ગ્રન્થનું અધ્યયન કરે છે. ગીતાર્થ જ્ઞાનિયેની સલાહપૂર્વક ધર્મપ્રવૃત્તિ કરે છે. ગુરૂની આજ્ઞામાં રહે છે. જમાનાને અનુસરી ધર્મના ગ્રન્થ રચીને જૈનધર્મનો ફેલાવો કરે છે. સાધુ મંડલની (ગચ્છની) ભિન્નતાથી પરસ્પર કલેશ કરવો નહીં; દરેક જૈનેને ધર્માભ્યાસ કરાવો, વ્યવહાર અને નિશ્ચયપૂર્વક સર્વ તત્ત્વોની
For Private And Personal Use Only