________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬ ) ગણ્ય ગણધર શિષ્ય સાંભળી તેની દ્વાદશાંગી તરીકે શ્રતજ્ઞાનની રચના કરે છે. દ્વાદશાંગીમાં ચૌદપૂર્વને સમાવેશ થાય છે. પશ્ચાત્ ગણુધરેના શિષ્યની પરંપરાએ શ્રુતજ્ઞાનરૂપ આગમન પ્રવાહ વહ્યા કરે છે. ચરમ (છેલ્લા) તીર્થકર શ્રી મહાવીર સ્વામીએ સમવસરણુમાં બેસી તોનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું. તેમના અગ્રગણ્ય શિષ્ય, ગૌતમ (ઈ. ન્દ્રભૂતિ) વગેરે ગણધર સાધુ શિષ્યોએ ભગવાનની દેશનામાં આવેલા તોની દ્વાદશાંગીમાં રચના કરી, અગીયાર અંગ અને બારમું દષ્ટિવાદ એ બાર અંગને દ્વાદશાંગી કહે છે. ગણધરના શિષ્યોએ તેનું અધ્યયન કર્યું. ગણધરો પૈકી સુધર્માસ્વામી જે પાંચમા ગણધર હતા તેમના સાધુ શિષ્યની પરંપરા ચાલી. શિષ્યપરંપરાપૂર્વક આગમનું વહન થવા લાગ્યું. કાળદોષથી, પરદેશી રાજાઓ મુસલમાનો વગેરેની સ્વારીઓથી ઘણું પુસ્તક નષ્ટ થવાથી જ્ઞાનની હીનતા થવા લાગી, તેપણું હાલ અગીયાર અંગ વગેરે આગની હયાતી છે.
પ્રશ્ન-જ્યારે મૂળ સૂત્રો હતાં ત્યારે પ્રકરણ ગ્રંથો વગેરે રચવાની શી જરૂર પડી?
ઉત્તર–દેશકાળને અનુસરીને ગણધરની પરંપરાએ થનાર આ ચાર્યો, સૂત્રોના આશયમાં પ્રવેશ થાય તેવી રીતે અને તે તે કાળને અનુસરી તે તે લેકેની યોગ્યતાનુસારે સૂત્રોનાં રહસ્ય બોધાય તેમાટે પ્રકરણ, ગ્રંથો વગેરેની ગમે તે ભાષામાં રચના કરી જૈનધર્મોન્નતિ કરી શકે છે. જેવો જેવો જમાને વર્તે છે તે તે કાળમાં તેવા જમાનાને અનુસરીને સૂત્રોના અનુસાર સૂત્રોની અસ્તિતા તથા પ્રભુતા જવવા તથા તેના આશય સમજાવવા કવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને અનુસરી ધર્મના પ્રકરણે, ધર્મગ્ર વગેરેને તે તે કાળમાં ધર્મમાં અગ્રગણ્ય આચાર્ય, સાધુ વગેરે સમ્યગુરીયા રચે છે, અને જેનધર્મને ફેલાવો કરે છે, અને તેમ કરવાની આવશ્યકતા સૂક્ષ્મદૃષ્ટિથી વિચારતાં માલુમ પડે છે. આજ નિયમને અનુસરી ઉમાસ્વાતિવાચક, હરિભદ્રસૂરિ, ભદ્રબાહુસ્વામી, હેમચંદ્રાચાર્ય, અભયદેવસૂરિ, મલયગિરિ, મલવાદી, સિદ્ધસેન દિવાકર, યશવિજયઉપાધ્યાય શ્રી આત્મારામજી મહારાજ વગેરેએ પ્રવૃત્તિ કરી અનેક ગ્રન્થ જુદી જુદી ભાષામાં બેનાવ્યા છે. અને હાલ પણ જમાનાને અનુસરી સૂત્રોના અનુસારે જમાનાને અનુસરી જૈનધર્મના ફેલાવા માટે જુદી જુદી ભાષામાં સમજનારાઓને માટે જુદી જુદી ભાષામાં પણ યથાયોગ્ય ગ્રન્થ રચવાની યથાશક્તિ વિદ્વાન સાધુઓ આદિ પ્રવૃત્તિ કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને અનુસરી તે તે કાળના ધર્મનેતાઓ આચાર્યો સૂત્રોને અનુસરી
For Private And Personal Use Only