________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
કરતાં અનંતાનંત અનંત જીવા હાવાથી કદી સંસારી જીવા ખાલી થતા નથી. સમયે સમયે અનંત ભવિષ્યકાળપર્યંત જીવા મુક્તિમાં જાય તાપણ નિરવશેષ ખૂટે નહીં એટલા અનંત સંસારી જીવા સમજવા. અન્ત એટલે જેના કદાપિ અનંત ભવિષ્યકાળમાં મુક્તિ જતાં છેડા ( પાર ) આવે નહીં તેટલા અનંત સંસારી જીવા સમજવા. અનંતાના અનંતા ભેદ છે તે જૈનશાસ્ત્રોના પરિપૂર્ણ અભ્યાસ કરતાં સમજાય છે. આ પ્રમાણે સૂક્ષ્મજ્ઞાનદષ્ટિથી જેઓ વિચારે છે તેની શંકા ટળી જાય છે. અને બરાબર ઉત્તર સમજાય છે. ઇત્યાદિ. વિશેષ સ્વરૂપ ગીતાથૅગુરૂગમપૂર્વક સમજવું.
પ્રશ્ન—સિદ્ધના જીવાને પુનઃ કર્મ કેમ લાગી શકે નહીં તેમજ સિદ્ધપરમાત્મા ગમનાગમન કેમ કરી શકે નહીં ?
ઉત્તર-કર્મ લાગવાનું કારણ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેાગ છે. મિથ્યાત્વ, અવિરતિ આદિનું સ્વરૂપ અન્ય શાસ્ત્રો તથા ગુરૂગમથી સમજી લેવું. મિથ્યાત્વાદિને સંપૂર્ણ ક્ષય કરીને સિદ્ધપરમાત્મા થયા છે તેથી મિથ્યાત્વાદિના અભાવે નવીન કર્મ ગ્રહણ કરી શકતા નથી. મિથ્યાત્વાદિના અભાવે સિદ્ધોમાં કર્મ ગ્રહણ કરવાના અભાવ સમજવા. સિદ્ધપરમાત્માએ કર્મના અભાવે અક્રિય થયા છે તેથી તે સંસારી જીવાની પેઠે ગમનાગમન કરી શકતા નથી. તેમજ સિદ્ધપરમાત્માને એક ઠેકાણેથી અન્ય ઠેકાણે જવાનું પ્રયાજન પણ નથી. જેને રાગદ્વેષ નથી, અને અનંતસુખના સમયે સમયે ભાક્તા છે તેવા સિદ્ધપરમાત્માને ગમનાગમનનું કોઈપણુ જાતનું પ્રયોજન નથી. સ્વભાવે અક્રિય થવાથી ગમનાગમનની ક્રિયાથી રહિત હાય છે, તેથી તેઓ કોઈપણ કાળે મુક્તિમાંથી પાછા આવતા નથી. કેટલાક આર્યસમાજીઆ વગેરે મુક્તિમાંથી જીવા અમુકકાળે પાછા સંસારમાં આવે છે એમ માને છે તેઓની એવી મુક્તિ, જૈનાએ માનેલા દેવલોકના દેવતા જેવી સમજવી. ખરી મુક્તિનું તેઓને જ્ઞાન નથી એમ સમજવું.
પ્રશ્નતીર્થંકર કેવલજ્ઞાનીએ મુક્તિ, સિદ્ધ વગેરેનું સ્વરૂપ બતાવ્યું છે એમ જાણ્યું. પરંતુ તીર્થંકર તે સમવસરણમાં બેસીને તત્ત્વાની દેશના આપે છે, ત્યારે આગમાની રચના કાણુ કરતું હશે?
ઉત્તર—શ્રી કેવલી તીર્થંકર ,ભગવાન સમવસરણમાં બેસીને દરેક પદાર્થોની ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્યતા વર્ણવે છે. દરેક પદાર્થોનું નયાની અપેક્ષાપૂર્વક સૂક્ષ્મ સ્વરૂપ ખતાવે છે. તેમના ઉપદેશ તેમના અગ્ર
For Private And Personal Use Only