________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ તેના મનમાં ક્ષણે ક્ષણે જુદા વિચારે પ્રગટવા લાગ્યા તેથી તેણે અનુમાન કર્યું કે, ક્ષણે ક્ષણે વિચાર બદલાય છે માટે આત્મા પણું ક્ષણે ક્ષણે ન ઉત્પન્ન થાય છે આમ એકાન્તપણે સિદ્ધાત માની લીધે. આત્મામાં જ્ઞાનગુણુ ક્ષણે ક્ષણે પર્યાયપણાને ધારણ કરે છે પણ દ્રવ્યપણે તે આત્મા ત્રણે કાલમાં નિત્ય રહે છે, એમ અનેકાન્તપણે તેનાથી સમજાયું નહીં તેથી ક્ષણિકવાદ માની લીધું અને તેથી તે વાદ, સર્વજ્ઞની દષ્ટિવિરૂદ્ધ જાણુ. એકતપણે ક્ષણિકવાદની માન્યતાના કહેનારા ગૌતમબુદ્ધનું વચન માનવા ગ્ય થતું નથી. ઈત્યાદિ વિશેષ આધકાર ગીતાર્થગુરુઓથી સમજી લે.
પ્રશ્ન-કેટલાક કહે છે કે, ફલાણું ભક્તાણુને પરમેશ્વરે દર્શન દીધાં. અમુક ભક્તને ચાર ભુજાવાળા ઈશ્વરે દર્શન દીધાં. અમુક ભક્તની આંખ ફોડવાથી પરમેશ્વરે દર્શન દીધાં. પરમેશ્વર વિમાનમાં બેસીને અને મુકને લેઈ ગયા. અમુક ભક્તની પરમેશ્વરે હુંડી સ્વીકારી. અમુકના ઘર પરમેશ્વરે વર્ષા કરી. અમુકનું દેવું પરમેશ્વરે ચૂકાવ્યું. અમુક ભક્તને પરમેશ્વરે રાસલીલા દેખાડી, વગેરે કેટલાક લેકે માને છે, તેઓની તેવી માન્યતા શું સત્ય છે?
ઉત્તર-તેઓની તેવી માન્યતા સત્ય નથી. કમરહિત વીતરાગ પર મેશ્વર સિદ્ધપરમાત્મા નિરાકાર છે તે કેઈની બાહ્યચક્ષુથી દેખાતા નથી. સિદ્ધપરમેશ્વર કદી શરીર ધારણ કરી શકતા નથી. જે જે ભક્ત પરમેશ્વરને જે જેવો આકાર કલ્પે છે તેવો તે આકાર તેની આંખે દેખાય છે. કેઈ મેરલીધારી કૃણને આકાર કાપે તેમાં પ્રેમવૃત્તિ થવાથી ત્રાટકની પેઠે સામી કૃષ્ણની મૂર્તિ દેખાય છે, તેથી ભેળા કે મને પરમેશ્વરે દર્શન દીધાં એમ માની લે છે. વૃત્તિ જેવા પ્રકારની હોય તે પદાર્થ સામે દેખાય છે. હીપનેટીઝમ કરનારાઓ લુણુને પણ સાકર તરીકે દેખાડે છે અને મનાવે છે. તેમજ મૂત્રને દૂધ તરીકે દેખાડી દે છે અને તેમ મનાવે છે. ત્રાટકથી પણ સામા પદાર્થો દેખાય છે તે પ્રમાણે જે જે ભક્ત જે જે સાકાર શરીરધારીઓની મૂર્તિને પ્રથમ દેખી મનમાં નિશ્ચય કરે છે કે આવા મારા પ્રભુ છે અને તે મને દર્શન દેશે એમ ધારી તેવા કપેલા પ્રભુના આકારમાં ત્રાટક કરી વૃત્તિની એકાગ્રતા, પ્રેમથી કરે છે તે તેને તેવા પ્રકારની પ્રભુની મૂર્તિ સામી દેખાય છે. પોતાની મનોવૃત્તિ પ્રમાણે તે મૂર્તિમાં સર્વ પ્રકારની ચેષ્ટા દેખી પછી માની લે છે કે મને પ્રભુનાં દર્શન થયાં, પણ તેઓને ખરા નિરાકાર સિદ્ધપરમેશ્વરનાં દર્શન થતાં નથી. એમ જ્ઞાનિપુરૂષે વિચારી લેશે. કદાપિ એમ પણ બને છે કે તે તે
For Private And Personal Use Only