________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૉગ, કેદખાના વગેરેથી દુઃખ પામતા રાજાઓની પેઠે દષ્ટાંત પિતાની મેળે જવાં. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, જી અનાદિકાળથી પિતાની મેળે કર્યા કર્મ પ્રમાણે સુખ, દુઃખ, ઉચ્ચ અને નીચ અવતારને પામે છે. ઈશ્વરે આ જગતું બનાવ્યું નથી. તિબેટની ઉત્તર દિશામાં તે રહેતું નથી. પરસ્પર વિરૂદ્ધ ધર્મવાળાં મંડળે સ્થાપતું નથી. સર્વસ, વીતરાગ પરમેશ્વર અનંતસુખમય છે. તેઓને પૂર્વોક્ત દેની ઉપાધિ રહેતી નથી. ઈત્યાદિ.
પ્રશ્ન–શ્રી મહાવીરસ્વામીના સમકાલીન બૌદ્ધધર્મસ્થાપક ગૌતમબુદ્ધ થયા છે તેમને ધર્મ શું સત્ય છે?
ઉત્તર–કેવલજ્ઞાની વિના કેઈનાથી સત્યધર્મ થી શકાતું નથી. ગૌતમબુદ્ધને કેવલજ્ઞાન પ્રગટયું નહતું એમ સિદ્ધ થાય છે. સર્વજ્ઞ વિના જે જે ધર્મના સિદ્ધાન્તો કહેવામાં આવે છે તેમાં ભૂલ આવી જાય છે. તે પ્રમાણે ગૌતમબુદ્ધે પણ આત્માઓને ક્ષણિક માની લીધા. દ્રવ્યરૂપે પણ આત્માઓની નિત્યતા સ્વીકારી નહીં. આત્માઓ ક્ષણે ક્ષણે મરે છે અને નવીન આત્માઓ બીજા ક્ષણે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ક્ષણિકવાદ માનતાં અનેક દૂષણે આવ્યા અને મુક્તિની પણું સિદ્ધિ થઈ નહીં. ક્ષણિક આત્મા માનતાં, પુણ્ય, પાપ, બંધ અને મેક્ષ વગેરે ત ઘટી શકતાં નથી. શ્રી આનંદઘનજી મહારાજ પણ કહે છે કે,
सौगतमतरागी कहे वादी, क्षणिक ए आतम जाणो। સંય, મોલ , ફુલ, નવા વરે, ૫૬ વિવાર મન માનો.
મુનિસુવ્રત છે એક આત્માએ પાપ કર્યું તેનું ફળ ક્ષણેતરમાં ઉત્પન્ન થનાર અન્ય આત્મા ભગવે તે અકૃતાગમદુષણ આવે છે. અન્ય આત્માએ ધ્યાન કર્યું અને અન્ય આત્માને મોક્ષ થાય તે પણ ન્યાયવિરૂદ્ધ છે. અન્ય આત્મા પુણ્ય કરે અને તેનું ફળ ક્ષણેતરમાં ઉત્પન્ન થનાર અન્ય આમા ભેગવે તે તે ન્યાયવિરૂદ્ધ ગણાય છે. અન્ય આત્માને બંધ અને ક્ષણતરમાં ઉત્પન્ન થનાર અન્યને મોક્ષ ઇત્યાદિ દૂષણે ક્ષણિકવાદમાં આવે છે માટે ગૌતમબુદ્ધને ક્ષણિકવાદ માનવા યોગ્ય નથી. અનેકાન્ત જયપતાકા, સમ્મતિતર્ક, સ્યાદ્વાદમંજરી વગેરેમાં બૌદ્ધતની અસત્યતાનું દિગ્દર્શન કરાવ્યું છે. બૌદ્ધ લેકે હાલમાં ઘણે ભાગે માંસ ભક્ષકે બની ગયા છે વગેરે. વીતરાગ કેવલજ્ઞાની તીર્થકર વિના કેઈ પરિપૂર્ણ સત્યતત્ત્વનું પ્રતિપાદન કરી શકતું નથી, ગૌતમબુદ્ધે વગડામાં ધ્યાન કર્યું
For Private And Personal Use Only