________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
શ્વાસેાાસ પણ ચાલે નહીં, માટે ઉંઘતી વખતે આત્મા અન્યત્ર સૂક્ષ્મ શરીર લેઈ જાય છે એમ માને છે અને સ્થૂલ શરીરમાં તે વખતે આત્મા રહેતા નથી એમ માનેછે. તે પણ જૈનધર્મ વિરૂદ્ધ છે તથા અનુભવ વિરૂદ્ધ છે. મિથ્યાત્વના ઉદયથી તેવી બુદ્ધિ પ્રગટે છે, અને જ્યાંસુધી તે મિથ્યાત્વના ઉદય હાય છે ત્યાંસુધી ગમે તેટલું સમજાવતાં અસત્ કદાગ્રહ ત્યજાતા નથી. પરમેશ્વરની પાસે મહાત્માઓનું મંડળ ઉત્તર દેશમાં જાય છે આમ કહેવું તે પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. ઉત્તર દેશમાં તાતૅરી, રૂશિયા વગેરે દેશો છે. ત્યાંના લોકે ત્યાં ખીણમાં પરમેશ્વર બેઠો હોય તા દેખ્યાવિના રહે નહીં. અમુક પર્વતની ખીણમાં પરમેશ્વર છે એવું દેખાડવાના કોઈ ફાંકા રાખતું હોય તે પ્રથમ ઈંગ્લીશ સરકારને દેખાડો એટલે બધી પેાપલીલા પ્રગટ થઈ જશે. આ તા જેમ એક નાકકટાને પરમેશ્વર દેખાયા તેવી વાત માલુમ પડે છે. ત્યાં કાઈ જાય અને સર્વત્ર તપાસે અને નહીં દેખાય તેા કહેવું કે હારી ચક્ષુમાં ચાગ્યતા આવી નથી. કદાપિ સૂક્ષ્મદર્શકયંત્રથી કાઈ જુએ તેા કહેવું કે સામાન્ય મનુષ્યેાની આંખે પરમેશ્વર દેખાય નહીં, દિવ્ય ચક્ષુથી દેખાય. આમ છેતરવાને માટે એક પછી એક એવાં માનાં મતાવ્યા કરવાં તે પરમેશ્વરના ભક્તોને છાજતું નથી. એક વખત પાદશાહે બીરબલને પુછ્યું કે, હે બીરબલ ! પરમેશ્વર કેમ દેખાતા નથી ! સભા સમક્ષ કળાબાજ બીરબલે ઉત્તર આપ્યા કે એક માપના ફેરન્દને પરમેશ્વર દેખાય છે, તેથી આપને પણ પરમેશ્વર દેખાતા હશે. ખાદશાહે શરમના લીધે કહ્યું કે, હા. હા હૅને પ્રત્યક્ષ આ સામા પરમેશ્વર દેખાય છે. તેની પેઠે આ પણ સમજવું. યુક્તિ અને આગમ પ્રમાણથી જે વાત વિરૂદ્ધ હેાય તે વિવેક દૃષ્ટિવાળા પુરૂષો માની શકતા નથી. કેટલાક તેા મનુષ્ય ગમે તેવાં પાપ કરે તાપણ ઉચ્ચ અવતાર પામે. નરક, તિર્યંચની ગતિમાં જાય નહીં એવી મિથ્યા કલ્પનાને માને છે પણ તે યોગ્ય નથી. રાજા હોય પણ ઘાર કર્મ કરે અને અન્યાય કરે તેા રાજ્યથી ભ્રષ્ટ થઈ કેદમાં જાય છે એમ આ જગત્માં દેખવામાં આવે છે. એમ. એ. ની પરીક્ષામાં પાસ થએલા હાય તાપણુ તે ખૂબ દારૂના પાનથી તથા મગજ ચુસ્કી જવાથી ગાંડા જેવા અની જાય છે તે પ્રમાણે મનુષ્ય ને ઉચ્ચ શુભ કર્મ કરે છે તે ઉચ્ચ અવતાર પામે છે અને નીચ અશુભ કર્મને સેવે છે તેા નીચ અવતારને પામે છે. ગરીબ મનુષ્ય હોય પણ શુભ આચાર વિચાર સેવે છે તેા ઉચ્ચ મને છે અને રાજા હોય પણ જો તે અશુભ આચાર વિચાર, અનીતિ સેવે તે નીચ અને છે.
For Private And Personal Use Only