________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ) પર્યાયરૂપ કાર્યોમાં પુદ્ગલ દ્રવ્ય ઉપાદાનરૂપે હોય છે અને કથંચિત અન્ય પલ પર્યાયે, નિમિત્તકારણરૂપે પણ પરિણમે છે અને તેમાં જીવદ્રવ્ય પણું નિમિત્તકારણરૂપે પરિણમે છે. જીવદ્રવ્યના પર્યાયમાં જીવદ્રવ્ય, ઉપાદાને કારણુરૂપે પરિણમે છે અને એક છવદ્રવ્યના પર્યાય પ્રતિ અન્યજીવ તથા પુલદ્રવ્ય નિમિત્ત કારણરૂપે પણ પરિણમે છે. એમ પદ્રવ્યરૂપ જગતમાં ઉત્પાદ અને વ્યયને કાર્ય કારણુ ભાવ અનાદિ અનન્ત કાળ પર્યત સમજ. ષડુ દ્રવ્યામક જગતનું દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયથી સ્વરૂપ સમજતાં કેઈ જાતની શંકા રહેતી નથી. અને સર્વ પ્રકારની યુતિનો આ સિદ્ધાન્ત પ્રમાણે અનુભવ થાય છે. સાયન્સવિદ્યા પણ જડ, ચેતન્ય એ બે તત્ત્વને સ્વીકારવા લાગી છે. ઈશ્વરથી આ જગતું બન્યું એમ તે જણાવતી નથી. સૂક્ષ્મ દૃષ્ટિથી તને અભ્યાસ કરનારાઓને આ વાત સહેલાઈથી સમજાય છે.
પ્રશ્ન-કેટલાક એમ કહે છે કે, ઈશ્વર આ જગતને બનાવે છે અને તે જુદા જુદા દેશના લોકોને જુદી જુદી રીતે ધર્મ સમજાવવા ઈશ્વર પિતાના જુદા જુદા ધર્મ દૂતોને મોકલી મનુષ્યની ઉન્નતિ કરે છે. તેથી જુદા જુદા દેશમાં જુદા જુદા પ્રકારના ધર્મો અને જુદા જુદા પ્રકારના દેવો મનાય છે તેમજ જુદાં જુદાં ધર્મનાં પુસ્તક મનાય છે. દેશ, કાળને અનુસરીને ઈશ્વરને, આ પ્રમાણે જુદા જુદા ધર્મોની સ્થાપના માટે સર્વ કરવું પડે છે. ઇત્યાદિ કહે છે, શું તેઓની આ માન્યતા સાચી છે?
/ ઉત્તર તેઓની આવી માન્યતા આકાશકુસુમવત્ અસત્ય કરે છે. કારણ કે જ્યારે ન્યાયષ્ટિથી વિચાર કરીએ છીએ ત્યારે હવાઈ કિલ્લાની પેઠે આવી માન્યતા ઉડી જાય છે. પ્રથમ તે ઈશ્વર જગતને કર્તા, ઉપાદાન વા નિમિત્ત કારણપણે સિદ્ધ થતું નથી તે પૂર્વે સારી રીતે જણાવ્યું છે. પરસ્પર ધમૅવિરૂદ્ધ તને પ્રકાશ કરે, એ શું સર્વસના સત્ય જ્ઞાનની પ્રેરણા હેઈ શકે? અલબત કદાપિ હોઈ શકે નહીં. એક કહે છે કે, તિબેટમાં મનુષ્યની ઉત્પત્તિ થઈ. ત્યારે બીજો કહે છે કે એડનની વાડીમાં મનુષ્યની ઉત્પત્તિ થઈ. આ બેની જુદી માન્યતાનું ભાષણ પણ ઈશ્વરીય જ્ઞાનથી થયું. અને તે બે વાત પણ સાચી! વાહ! વાહ! કેવી ફિલોસોફી! બાઈબલ અને કુરાનમાં જણાવ્યું છે કે આત્માને પુનર્જન્મ નથી ત્યારે હિંદુના શાસ્ત્રમાં જણુવ્યું છે કે આત્માને પુનર્જન્મ છે આ પણ ઈશ્વરના દૂતની ઉપદેશ શેલી !!! પરસ્પર વિરોધી તત્વનો પ્રેરનાર ઈશ્વર !!! તેમાં કયું સાચું તેની તે લડાઈ ચાલે છે આમાં કયું ઈશ્વરનું જ્ઞાન સાચું? તેને નિર્ણય કેણ કરે. જે બે વાત સાચી માનીએ તે પરસ્પર અસત્યતાને દોષ, ઈશ્વરપર આવે છે. એ વાત જાઠી માનીએ
For Private And Personal Use Only