________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
તા ઈશ્વર, અજ્ઞાની કરેછે. કહેા કેવી ઈશ્વરીય ફિલસારી !!! કેટલાક કહે છે કે, ગાય વગેરે પશુ પંખીમાં આત્મા નથી માટે તેને મારવામાં દોષ નથી, ત્યારે હિંદુએ ગાય વગેરે હરેક પ્રાણીમાં આત્માઓ માને છે. ગાયને પરમ પૂજ્ય માને છે અને તેના રક્ષણમાં ઘણું પુણ્ય માને છે. આ એ બાબતમાં ઈશ્વરી કયી જ્ઞાનપ્રેરણા સાચી સમજવી? પરસ્પર વિરોધ આવવાથી બન્ને મમતા તા સાચી માની શકાય જ નહીં, જે એકને સાચી માનવામાં આવે તે ઈશ્વરના બન્ને દૂતનું સાચું ઠરી શકે નહીં. ત્યારે અન્ને કૂતા ઈશ્વર તરફથી કહેનારા છે તે વાત તેા મૂળમાંથી ઉડી જાય છે. જડવાદીઓ કહેછે કે જગત્માં આત્મા, ઈશ્વર, પુણ્ય, પાપ, વગેરે કંઈ નથી. ત્યારે આસ્તિકા કહે છે કે, આત્મા, ઈશ્વર, પુણ્ય, પાપ, અંધ, મેાક્ષ વગેરે સર્વ છે. આ બે મામતાના ભાષણ કર્તાએ અન્ને દૂત, ઈશ્વરની પ્રેરણાથી ઉપદેશ દેછે એમ તે પરસ્પરની વિરૂદ્ધતાથી માની શકાતું નથી. જડવાદીની ફિલસેાી માનવામાં આવે તેા ઈશ્વરની જ્ઞાનતાના ઠેકાણે અજ્ઞાનતાની સિદ્ધિ થાય છે. ઈશ્વર પોતેજ નથી એવી પ્રેરણા અન્ય તદ્વારા કરી પોતેજ અધર્મ ફેલાવનારો સિદ્ધ કરેછે, એવા ઈશ્વર તે અહિંસા, અજ્ઞતા, આદિ દોષવાળા ઢરવાથી વિવેકવંતાને માનવા લાયક ઠરતા નથી. તેમજ વામમાર્ગીઓએ મત ચલાવ્યે છે તે પણ ઈશ્વરીય દૂતની પ્રેરણાથી ઠર્યાં. વાહ ! વાહ !!! ઈશ્વરીય દૂતની અપૂર્વ માન્યતાને સ્વીકારનારાએ! જરા વિવેકદૃષ્ટિથી વિચારો તે ખરા કે, વામમાર્ગના ઉપદેશ, દૂતદ્વારા દેવરાવવાની આવી ખૂટી કલ્પનામાં ઈશ્વરની ઈશ્વરતા ક્યાંથી રહે? અલખત રહે નહીં. આ પ્રમાણે ખરાબ માન્યતાની કલ્પનાથી ઈશ્વરમાં પેાતાના હાથે અનેક દૃષાના આરેપ કરેછે. પણ દૃષ્ટિરાગથી તે જણાતું નથી તેમાં પોતાની દૃષ્ટિના દોષ સમજી સત્ય ઈશ્વરની માન્યતા સ્વીકારશે તે તમારૂં કલ્યાણુ થશે. કુરાન અને હિંદુધર્મના ભેદથી અનેક લડાઇએ થઈ છે. તેમ ધર્મની બાબતમાં પ્રીસ્તિયાની પણ માટી લડાઈ થઈ છે અને તેમાં લાખે। મનુષ્યાના નાશ થયા છે. શું? આ પણ ઈશ્વરે પેાતાના દૂતા દ્વારા જગત્ની ઉન્નતિ કરવા જ્ઞાનની પ્રેરણા કરી? શું આવી કેરણા કદી ઈશ્વર કરી શકે કે ? અલબત કદી કરી શકે નહીં. માટે ઈશ્વરના દૂતોની જુદા દેશ કાળ પરત્વે કલ્પના કરી ઈશ્વરને જગા કૉ ઠરાવવાની અસત્ કલ્પના કરવાથી અને તેમાં આગ્રહ કરવાથી સત્ય પરમાત્માનું જ્ઞાન થતું નથી. ઈશ્વર જગા કત્તો નથી અને તે કોઈ પણ દૂત દ્વારા ઉપદેશ દેતા નથી. સારાંશ કે રાગદ્વેષ રહિત, સર્વજ્ઞ, વીતરાગ પરમાત્મા, ખરા ઈશ્વર છે.
For Private And Personal Use Only