________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ). શત્રુઓનો ક્ષય થઈ જાત, પણ એમ બની શકે નહીં. તેનું કારણ એ છે કે, આ સર્વ, મનની કલ્પનાને સિદ્ધાંત છે. સત્ય સિદ્ધાંત આવો હોઈ શકે નહીં. ઈશ્વરને મન નથી. તેથી તેને સંકલ્પ પણ નથી. તેમજ ઈચછા પણ નથી. ઈશ્વર યાને પરમાત્માના કેઈ શત્રુઓ નથી. પરમાત્મા રાગદ્વેષ રહિત છે તેથી તેને કોઈ શત્રુ નથી. શ્રીકૃષ્ણને પરમાત્મા કહે તે રાગદ્વેષ ન હોવા જોઈએ, પણ તેમનું ચરિત્ર જોતાં તેમનામાં રાગદ્વેષ છે તેથી તે હજી પરમાત્મા થયા નથી. તેમજ તે જગતના કર્તા સિદ્ધ થતા નથી. લક્ષ્મી સ્ત્રીને પાસે રાખવાથી કૃષ્ણમાં રાગ છે એમ પ્રતીતિ થાય છે તેમજ અનેક દુષ્ટોને મારવાના ઉપાયો જ્યા અને માર્યા તેથી તેમાં દ્વેષની અસ્તિતા સિદ્ધ થાય છે. ભલે કઈ તેના ભક્તો પોતાની રાગબુદ્ધિથી રાગદ્વેષવાળાને પણ ઈશ્વર માને, પણ જૈને તો રાગદ્વેષને સંપૂર્ણ ક્ષય કરનાર વીતરાગ સર્વને જ પરમાત્મા માનશે. મહારે ભક્તને એક બે ચમત્કાર દેખાડી મનાવું કે હું પરમાત્મા છું. હું ઈશ્વર છું. અવતાર ધારણ કરી તમારી પાસે આવ્યો છું. આમ કહી ભેળા લોકોને છેતરું અને કેટલાક એમ સ્કૂલબુદ્ધિથી માની લે તેથી કંઈ તે વાત પંડિતે માની શકે નહીં. ગોસ્વામી કેઈમતવાળા, પોતાના કેાઈ આચાર્યને ભગવાનને અવતાર માની લે છે. સ્વામીનારાયણુમતવાળા, સ્વામીનારાયણને ભગવાનને અવતાર તરીકે માની લે છે. અને તે મમતાનાયોગે ભેળા લેકેને સમજાવે છે. હાલમાં પણ અમુક મનુ હું ભગવાનને અવતાર છું એમ ભેળા લોકોને સમજાવતાં મેં પ્રત્યક્ષ જોયા છે. જ્યારે તેઓનાં પુસ્તક જુનાં થશે ત્યારે ભગવદ્ગીતાના શ્રીકૃષ્ણની પેઠે તે પણ પરમાત્માના અવતાર તરીકે ગણશે. સ્કૂલબુદ્ધિના વંશજો પશ્ચાત એમ માનશે કે અમારા બાપદાદાઓ માનતા આવ્યા છે તે ખરૂં છે. પણ જો જમાને થતાં ભગવાનના અવતારે માનનારાઓને વધારે ગણું પડશે, અને તે રીતે અજ્ઞાનને અંધકાર એવા મનુષ્યમાં ફેલાતે જશે. પંડિત પુરૂષો તે જાણે છે કે, નિરાકાર સિદ્ધ પરમાત્માને કદી અવતાર થતું નથી. હિંદુઓના યોગવાસિષ્ઠ ગ્રંથમાં ઈશ્વર જગતનો કર્તા નથી, એમ જણુવ્યું છે. વિવેકદૃષ્ટિવાળાએ સ્વમત કદાગ્રહ ત્યાગ કરી સત્યસિદ્ધાંતને સ્વીકાર કરે છે, અને તેઓ દૂષણયુક્ત આવી જગકર્તૃત્વ માન્યતાને સ્વીકાર કરતા નથી.
પ્રશ્ન–ઈશ્વર, જીવ, અને માયા આ ત્રણ પદાર્થ જગમાં છે. ઈશ્વર માયાથી જગત્ બનાવે છે. જો કદી ઈશ્વરરૂપ થઈ શકતા નથી. જીવો અંશરૂપે છે. માયાથી રહિત છ કદાપિ થતા નથી એમ કેટલાક લોકો માને છે તેઓની માન્યતા શું સત્ય છે?
For Private And Personal Use Only