________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
નૃત્યાદિ અનેક રીત્યા વિચારતાં વિષ્ણુરૂપ ઈશ્વરે જગત્ બનાવ્યું એમ સિદ્ધ ઠરતું નથી. તેમજ અવતાર પણ સિદ્ધ ઠરતા નથી. કોઈ એમ કહે કે પુરાણા પૈકી વિષ્ણુપુરાણમાં તેમ કહ્યું છે તેના ઉત્તરમાં કહેવાતું કે, પુરાણાને તે આર્યસમાજી માનતા નથી, અને અમે પણ માનતા નથી. અમારા અમુક પુસ્તકમાં આમ લખ્યું છે તેથી તે ખરૂંજ છે એમ તે યુક્તિ, પ્રમાણથી, અનુભવ કર્યા વિના વિવેકી પુરૂષો માની શકતા નથી, અને ગમે તેવું પેાતાનું ખરૂં છે એમ જો માનશે તા વામમાર્ગીઓના પુસ્તક પ્રમાણે તેઓ આચરણ કરે છે તેને શી રીતે નિવારી શકશે? ઉત્તરમાં કહેશો કે યુક્તિપ્રમાણથી વિરૂદ્ધ હાય તે માની શકાય નહીં, ત્યારે તે પ્રમાણે આ બાબતમાં પણ સમજવું. કોઈ મહાદેવ અને બ્રહ્માને પણ જગકર્તા તરીકે માને છે તે આમતમાં પણ આ પ્રમાણે ઉત્તર સમજવે. સાકાર વા નિરાકાર કોઈ પણ રીતના ઈશ્વરને માનવામાં આવે તે પણ તે જગને રચનાર તરીકે સિદ્ધ થતા નથી.
પ્રશ્ન—કેટલાક લોકો કૃષ્ણને જગત્કર્તા તરીકે માને છે. ભગવગીતાના આધારે કૃષ્ણને જગકત્તા તરીકે માને છે એવા સિાન્ત શું માનવા યાગ્ય છે?
ઉત્તર—એવા સિદ્ધાન્ત પણ માનવા ચેાગ્ય નથી. અર્જુનને ઉપદેશ દેનાર એવા શ્રીકૃષ્ણથી આ જગત્ બન્યું નથી એમ આર્યસમાજી વેદના આધારે સિદ્ધ કરે છે. તેમજ વિષ્ણુના અવતાર થતા નથી. એમ પણ વેદ, ઉપનિષદ્ વગેરેના આધારથી સિદ્ધ કરે છે. કેટલાક તે એમ કહે છે કે, મહાભારતમાંના ભગવદ્ગીતા એક ભાગ છે અને તેમાંથી ભગવદ્ગીતા જુદી કાઢી છે. મહાભારત એ લડાઈની હકીકતનું પુસ્તક છે. વ્યાસઋષિએ તે મનાવ્યું છે. મહાભારતની લડાઈ વખતે વ્યાર્ષિ, વિદ્યમાન નહાતા તેથી તેમાં લખેલી હકીકત કેટલા અંશે સત્ય છે તે વિચારણીય છે. શ્રીકૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપ્યા હતા તેજ એ છે કે અન્ય, તેના ખરાખર નિશ્ચય થઇ શકે તેમ નથી. ભગવદ્ગીતામાંસાંખ્યયોગ, યાગ, ભક્તિ વગેરે જુદા જુદા ધર્મના વિષયોનું પ્રતિપાદન જણાય છે. તેમાં લખેલા કેટલાક લેાકના આધારે ઇશ્વર, જગા કૉ નથી એમ સ્પષ્ટ જણાય છે. જ્યારે એમ છે’ત્યારે શ્રીકૃષ્ણ જગા અનાવનાર કોઈ પણ રીતે સિદ્ધ થતા નથી. જેના સંકલ્પમાત્રથી જગત મને છે. એમ એકવાર કહેવું અને બીજી રીતે એમ કહેવું કે, પેાતાના શત્રુઓને નાશ કરવા ખાસ ઈશ્વરને શરીર ધારણ કરવું પડે છે. આ કેવી ફિલેાસાી !!! તેણે સંકલ્પ ક્યોં હેાત તે તુર્ત તેના
For Private And Personal Use Only