________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ૫ ) નવું જોઈએ. પણ ઈશ્વરને ગુણ નિરાકાર, દયા, અનન્તજ્ઞાન આદિથી જગત જાદું જણાય છે માટે નિરાકાર ઈશ્વર, ઉપાદાન કારણથી જિગતનો કર્તા સિદ્ધ થતો નથી. ઈશ્વરને નિમિત્ત કારણું કહે તો તે પણ પ્રયોજનવિના અસિદ્ધ કરે છે. જગત અનિત્ય છે તેને રચવાનું ઈશ્વરને રાગ દ્વેષના અભાવથી કંઈ પણ પ્રયોજન નથી. એકને સુખમાં અને એકને દુઃખમાં ઈશ્વર નિમિત્તકારણું ઠરે તે ઈશ્વરની દયાલતા કહેવાય નહીં. ઈશ્વરને નિમિત્તરૂપ માનવાથી તેનામાં અશક્તતા ઠરે છે. તેમજ રેડીયમ ધાતુને દાખલ આપે તે પણ સ્વમત સિદ્ધતામાં વિકલ છે કારણ કે રેડીયમ એક જાતની ધાતુ હોવાથી પાર્થિવ પુલ વસ્તુ ઠરે છે અને તે પણ નક્કર, ઘન, એકરસરૂપ એવા પરમાણુ ઓથી બનેલી વસ્તુ છે. તેને બનવાને કાળ અસંખ્યાતા વર્ષનો છે અને તેનો નાશ પણ પરાર્ધવર્ષની પેલી પાર એવા અસંખ્યાતા વર્ષે થાય છે. જૈનશાસ્ત્રોના આધારે અસંખ્યાતા વર્ષને કાળ જાણતાં જરા માત્ર શંકા રહેતી નથી. રેડીયમ વસ્તુ તેવા આકારરૂપે કાયમ રહે તેપણ તેમાં અસંખ્યાતા વર્ષે નવા પરમાણુઓનું મળવું અને જૂના પરમાણુઓનું ખરવું એમ બે ક્રિયા કાયમ રહે છે તેથી તે દૃષ્ટાંત પણ કર્તવવાદને સાધી શકતું નથી. ઈશ્વરમાં મન નથી તેથી સંકલ્પ પણ નથી અને તેથી જગત બનવાનું કહેવું તે સિદ્ધ થતું નથી.
પ્રશ્ન-સર્વ જીવોને સારી અને બેટી બુદ્ધિના પ્રેરનાર પરમાત્મા છે, અને તે સર્વ પ્રકારની ક્રીડાને દેખ્યા કરે છે એમ કેટલાક માને છે તે શું યોગ્ય છે?
ઉત્તર–એ પણ માન્યતા સત્ય નથી. પરમેશ્વર જીવોને, (આભાઓને) સારી અગર ખોટી બુદ્ધિ આપતો નથી. ઈશ્વર જે સર્વ જીને સારી ખાટી બુદ્ધિ આપે તે જીવો જે જે સારાં ખોટાં કર્મ કરે છે તે ઈશ્વર કરાવે છે એમ સિદ્ધ કરે છે. કેઈ જીવ, હિંસા, જૂઠ, ચારી, વ્યભિચાર, આદિ પાપકર્મ કરે તો તેમાં તે જીવનો વાંક ગણાય નહિ, તેમાં ઈશ્વરને દોષ ગણાય. શિક્ષા પણ ઈશ્વરને થવી જોઈએ. જીિવો ટુબુદ્ધિગે પાપકર્મ કરે તેમાં જીને કંઈ વાંક ગણુય નહીં એમ માને તે તેઓએ, ભક્તિ, તપ, પશ્ચાત્તાપ, વગેરે ધમૅકૃત્ય શા માટે કરવાં જોઈએ? સામાન્ય મનુષ્ય પણ કેઈને દુબુદ્ધિ આપી શકે નહીં ત્યારે ઈશ્વર તે આપી શકેજ કેમ? તેમજ એકને સારી બુદ્ધિ અને બીજાને ખરાબ બુદ્ધિને આપનાર વિનાકારણે ઈશ્વર કરવાથી તે સામાન્ય મનુષ્યની પેઠે રાગી, દ્વેષી અને પક્ષપાતી
For Private And Personal Use Only