________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) ઠરે, માટે જીવોને સારી અને બેટી બુદ્ધિ આપનાર ઈશ્વર છે. એમ કઈ રીતે કહી શકાય નહીં. સામાન્ય વૈરાગી પુરૂષોને પણ સુખદુઃખની કીડાથી મનમાં ચેન પડતું નથી, ત્યારે ઈશ્વરને કીડાની રૂચિ કેમ ગમે? અલબત ગમે નહીં. મહીને ક્રીડામાં રૂચિ રહે છે. ઈશ્વરમાં મોહ નથી તેથી ઈશ્વરની ક્રીડા કહેવી તે ઈશ્વર ઉપર કલંક મૂકવા બરાબર છે. જ્ઞાની પુરૂષો આવાં અસમંજસ વાક્યોને હસી કાઢે છે. સારાંશ કે ઈશ્વર, કેઈને સારી અગર બેટી બુદ્ધિ આપનાર નથી તેમજ તેમને ક્રીડા હોતી નથી.
પ્રશ્ન-ઈશ્વરે પિતાની લીલાથી આ જગત બનાવ્યું છે અને તેને લય કરે છે. ઈશ્વર અવતાર ધરે છે એમ કેટલાક લોકો કહે છે તે વાત શું સાચી છે? - ઉત્તર–તેવી માન્યતા પણ સાચી નથી. જે માન્યતાને યુક્તિથી વિચારતાં દોષવાળી જણાય તેને માની શકાય નહીં. વિષ્ણુ કહો કે ઈશ્વર કહે તેને મેહના ક્ષયથી દેષવાળી લીલા ઘટી શકે નહીં. રોપદિતિને જીલ્લા નવી રે -છાલોર વિહાર-લીલા એ દેષનું ધામ છે માટે પરમેશ્વર યાને વિષ્ણુને લીલા માનતાં ઈશ્વરપણું રહેતું નથી. માયાને લીલા કહો તોપણ માયા એ દેષરૂપ હેવાથી ઈશ્વર દોષરૂપ કરી શકે છે. કદાપિ એમ કહેવામાં આવે કે માયા એ દેષરૂપ છે પણ ઈશ્વર ઉપર તેની અસર થતી નથી. માયા, ઈશ્વરના તાબામાં છે, તેથી તે જેના ઉપર માયા પ્રેરે છે આમ કહેતાં ઈશ્વરની શક્તિ, જ્ઞાન તથા દયાલુતાને નાશ થાય છે, કારણ કે માયા જે ઈશ્વરના તાબામાં હેય તે બીજા જીવોને દુઃખ આપવા તેને પ્રેરે નહીં. કાણુ દયાળુ મનુષ્ય, અન્ય જીવોને દુઃખ આપવા પ્રવૃત્તિ કરે? અલબત કેાઈ સુજ્ઞ દયાળુ એવી પ્રવૃત્તિ કરે નહીં. તેમજ જે માયાને ઈશ્વરરૂપ કહે તે માયા એજ ઈશ્વર ઠરવાથી માયાથી અન્ય કેઈ ઈશ્વર જુદો કર્યો નહીં. જે ઈશ્વર દયાળુ હોય તો જીવોને માયા લગાડે નહીં. અને માયા તે લાગી છે તેથી જ સંસારમાં જન્મ ધારે છે તેથી એમ કહેવું પડશે કે માયા, ઈશ્વરના તાબામાં નથી. ઈશ્વરને ઈચ્છા કહો તો તે ગ્ય નથી; કારણ કે અધુરાને ઈચ્છા કરે છે. પૂર્ણ સુખીને કઈ જાતની ઈચ્છા રહેતી નથી. તે ઈચ્છાના સદ્દભાવની કલ્પનાથી ઈશ્વરમાં પૂર્ણસુખર્વ, પૂર્ણજ્ઞાન વગેરે સગુણે રહી શકે નહીં. જગતમાં જીવોને બનાવી જે ઈશ્વર તેઓને લય કરે તો તે નિર્દય ગણુંય. કેણુ દયાળુ પિતાની પ્રજાનો પોતેજ નાશ કરે? ઉત્પત્તિ કર્યા પશ્ચાત્ લય કરવાનું
For Private And Personal Use Only