SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) વિચારેને ધારણ કરે છે અને તેથી તે અશુભ પરિણામ તથા મિથ્યાત્વ પરિણામને ત્યાગ કરવા પ્રયત્ન કરે છે, અને શુભ પરિણુમના હેતુઓને અવલંબે છે, અને શુભ પરિણામને તરતમયેગે ધારણ કરે છે. આ પ્રમાણે તેઓ વિવેકદષ્ટિથી આચાર તથા વિચારને સેવે છે અને અને સકલ કમેના ક્ષયકારક જ્ઞાન ધ્યાનને પામી મુક્તિપદ પ્રાપ્ત કરે છે. લેકમાં પણ નીતિથી ચાલી વ્યાપાર કરનારને સરકારને ભય રહેતે નથી. કારણ કે તેના શુભ આચારેનું સારું ફળ પામવાને તેને વિશ્વાસ છે. અનીતિથી ખરાબ આચાર તથા કુવિચારને સેવનાર પુરૂષો પોતાનાજ દુષ્ટ આચરણથી દુઃખરૂપ અશુભ ફળ પામે છે. શુભ આચાર તથા શુભ વિચાર પુણ્યતત્ત્વ છે અને પુણ્યને ઈશ્વર કહે તે ભલે કહે. પાપ પણ દુઃખ આપવાને સમર્થ થાય છે. ઈશ્વર એટલે સમર્થ. પાપ, દુઃખ આપનાર હોવાથી તેને કેાઈ ઈશ્વર કહે તો ભલે કહો. પુણ્ય પાપ પણ સુખ દુઃખ આપવામાં હેતુભૂત હેવાથી શક્તિમત્ત છે. એમ જૈનેને ઈષ્ટ છે. પણ જે પરમાત્મા, અનન્તજ્ઞાનાદિ ગુણયુક્ત છે તે તો કદી કોઈને સુખ દુઃખ આપતા નથી. પુણ્ય અને પાપ એ બે અનુક્રમે સુખ અને દુઃખ કારણભૂત છે માટે ઈશ્વરમાં જગત્ કર્તુત્વ નહિ માનતાં છતાં પણ પાપ કરતાં ભય રહે છે. પાપકર્મ કરેલું અવશ્ય ભોગવવું પડે છે. પુણ્યકર્મ પણ ભેગવવું પડે છે તેથી સર્વ લોકે કે જે ખરા ઈશ્વરને જાણે છે તે પાપકર્મથી ડરતા રહે છે અને શુભાદિ માર્ગમાં વિવેકદૃષ્ટિથી પ્રવૃત્તિ કરે છે. તેને પાપકર્મમાંથી નિવૃત્ત કરવામાટે પાપકર્મનું સ્વરૂપ પૂર્ણ રીતે સમજાવવું જોઈએ કે જેથી ઈશ્વ૨માં જગત કતૃત્ત્વની જુઠી કલ્પના કરવાનો વખત આવે નહીં! અને મનુષ્ય, પાપથી થતાં દુઓને જાણું પાપથી પાછા ફરે. પાપ આદિ કર્મનું ફળ આપનાર તરીકે ઈશ્વરને કહેવાય નહીં તે પણ પૂર્વે જણાવ્યું છે, માટે પાપ અને પુણ્યનાં કર્મોનું સ્વરૂપ સમજવું અને ઈશ્વર જગતુકર્તવવાદની ભ્રમણુને દૂર કરવી. * પ્રશ્ન–ઈશ્વર નિત્ય અને એક રસરૂપ છે, તેનું સ્વરૂપ કદી ફરતું નથી. તે જગને સંકલ્પવડે બનાવે છે. જગત્ બને એમ સંકલ્પ કરતાં તુર્ત જગત્ બની જાય છે. જેમ રેડીયમ નામની ધાતુ મન્સમાં નીકળી છે તે એકરસરૂપ નકકર છે, તે પિતાનું કાર્ય બજાવે છે તેમ ઈશ્વરમાં પણ સમજવું, એમ કેટલાક સ્વમતના રાગથી યુક્તિ દેખાડે છે તેનું કેમ? ઉત્તર–ઈશ્વરને જે નિરાકાર માની સર્વવ્યાપક એકરસરૂપ ઉપાદાનકારણ તરીકે માને તે ઈશ્વર ઉપાદાનકારણરૂપ જગત્ બ For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy