________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩ ) ભજન કરતાં ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. ઈશ્વર પરમાત્માના જેવા પોતાના આત્મામાં ગુણ રહ્યા છે પણ કર્મના લીધે તિભાવે રહ્યા છે. પરમાત્માના ગુણેનું ધયાન કરતાં ગાન કરતાં તથા તેમનું બહુ માન કરતાં ભક્તજનોના આત્માઓ નિર્મલ થાય છે. પરમાત્માના જે જે ગુણેનું ધ્યાન કરવામાં આવે છે તે તે ગુણોને આચ્છાદન કરનાર કર્મ ટળવા માંડે છે અને તે તે ગુણે પ્રગટ થાય છે, માટે ઈશ્વરની ઉપાસના, ભક્તિ કરવાની ઘણી આવશ્યકતા સિદ્ધ કરે છે. રાગ દ્વેષરહિત પ્રભુનું ધ્યાન કરનાર પોતે પણ રાગદ્વેષરહિત થઈ જાય છે અને અને સર્વજ્ઞ બને છે. કહ્યું છે કે– જેનું થાનક પરે-તેવો તે થર્ જ્ઞાવર્ચ સ્ટ અમારી દયાનથી–અમારો તે સુહાણ. પરમાત્મા ઈશ્વરનું ધ્યાન ધરનાર, પરમાત્મા થઈ જાય છે. આપણે પ્રભુના ગુણે જેવા પોતાના આત્માના ગુણે પ્રગટાવવા પ્રભુનું ધ્યાન, ઉપાસના, પૂજા, ભક્તિ વગેરે કરીએ છીએ. પ્રભુ અમારા ઉપર રાગી થશે એવી બુદ્ધિ તે જ્ઞાનિને પ્રગટે નહીં. કારણ કે ખરે જ્ઞાની સમજે છે કે, પરમાત્મા પિતે રાગી કે દ્વેષી નથી. પ્રભુભક્તિના વિચારે, ધ્યાન વગેરે પોતાના આત્મામાં પ્રગટેલા અધ્યવસાયેજ પોતાના આત્માને ઉચ્ચ સ્થિતિ ઉપર ચઢાવે છે. અને કવરને ખેરવી નાખે છે. પ્રભુના સ્મરણ પૂજનથી ભક્તને આમાં નિર્મલ બને છે તેમાં પરમાત્માને કંઈ રાગ કે દ્વેષ નથી એમ ભવ્યોએ સમજવું.
પ્રશ્ન–જે ઈશ્વરને જગતને કર્તા ન માનવામાં આવે તે પાપને ભય રહે નહીં, કેઈ જીવ કેઈને મારી નાખતાં ડરે નહીં, અને તેથી જગમાં અવ્યવસ્થા બની જાય, માટે લોકોને સમજાવવા સારૂ અને ડરાવવા સારૂ જગત કર્તા તરીકે ઈશ્વરને માની શકાય કે કેમ?
ઉત્તર–તેવા પૂર્વોક્ત કારણને માટે પણ ઈશ્વરને જગકર્તા તરીકે કલ્પીને માનવાની તથા મનાવવાની આવશ્યકતા રહેતી નથી. આ જેવા સારા ખેટા વિચારે તથા આચારેને સેવે છે તે પ્રમાણે તેમને શુભકર્મ વા અશુભકર્મ બંધાય છે અને તે શુભાશુભ કર્મના વિશ્વવ્યાપક નિયમની સત્તા પ્રમાણે સુખ અને દુઃખને સામગ્રીને તેઓ ભેગવે છે. જીવ જે પ્રમાણે કરશે તે પ્રમાણે ભગવશે એમ જાણવાથી મને નુ પાપકર્મથી થતા દુઃખને હઠાવવા ધર્મકરણ કરે છે અને પાપ કરણુને ત્યાગ કરે છે. સારા વ્યાપારોથી સારે લાભ અને નઠારા વ્યાપારથી દુ:ખ જાણનાર પુરૂષ જેમ નઠારા વ્યાપારને સ્વયમેવ ત્યાગ કરે છે અને સારે વ્યાપાર કરે છે તેવી રીતે જૈનતત્ત્વના જ્ઞાતાઓ દુઃખકારક કાર્યોનો ત્યાગ કરીને સુખકારક ધર્મ આચારે તથા ધર્મ
For Private And Personal Use Only