________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિકાળને છે તેથી વ્યવહારનયની અપેક્ષાએ તે આ પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે નહીં–કારણ કે વ્યવહારે અનાદિકાળથી મૂર્તકર્મ અને અમૂર્ત આત્મા બે પરિણમ્યાંજ છે–મૂર્તકર્મથી અમૂર્ત આમા ભિન્ન થતાં પશ્ચાત્ ઉપરના પ્રશ્નો અવકાશ રહેતો નથી તેમ છતાં સ્કૂલદષ્ટિના જીવને સમજાવવા સામાન્ય યુક્તિ દેખાડીએ છીએ અમૂર્ત એવી બુદ્ધિની મૂર્ત એવી મદિરાથી મજૂતા તથા વિકલતા થતી દેખવામાં આવે છે તે સંગ સંબંધ થયા વિના ઘટી શકે નહીં. તેમ આત્મા પણ કમને સગ ધારણ કરી શકે છે અને આત્માની સાથે ક્ષીરનીરની પેઠે કર્મ પરિણમી શકે છે ગુણને આશ્રય દ્રવ્ય છે-વ્યવહારનયની અપેક્ષાએ સંસારી જીવદ્રવ્યને ગુણ કર્મ છે. એટલે ગુણ, ગુણુને (જીવન) આશ્રય લે એ ન્યાય છે–વિદ્વાનો અમૂર્ત આકાશને મૂર્ત-અમૂર્ત-ગુરૂ લઘુ આદિ સર્વ પદાર્થોને આધાર માને છે તેવી રીતે અરૂપી આત્મા-કરૂપ રૂપીદ્રવ્યને ધારણ કરે છે એમ કહેવાય છે–રાગ-દ્વેષ-કામ-ઈર્ષ્યા-આદિને આત્મા ધારણ કરે છે–શરીરમાં રહેલો આત્મા, પૂર્વોક્ત દેને ધારણ કરે છેકદાચ એમ કહેવામાં આવે કે–“પૂર્વોક્ત કર્મ આદિને શરીર ધારણું કરે છે” આમ પણ કહેવું અસત્ય છે, કારણ કે જ્યારે શરીરથી આત્મા દૂર થાય છે–ત્યારે રાગદ્વેષ-હલન-ચલન-સુખદુઃખ ચેષ્ટા-વગેરે કંઈ પણું શરીરમાં જણાતું નથી. માટે પૂર્વોક્ત સર્વને આધાર આત્મા છે એમ વ્યવહારનયની અપેક્ષાએ જાણવું. મિથ્યાત્વદૃષ્ટિભ્રમકષાય-કલા-કયાને આધાર વ્યવહારનયની અપેક્ષાએ આત્મા કહેવાય છે–વધારે દૂર શા માટે જવું. આ દશ્યમાન શરીરને અદય આત્મા કેવી રીતે ધારણ કરી રહ્યો છે તેને વિચાર કરશે તે સર્વ સમજાશે. અશુદ્ધ વિભાવ દશાના યોગે કર્મને આધાર આત્મા કહેવાય છે. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ અન્ય વસ્તુને આધારભૂત શુદ્ધાત્મા ગણત નથી-વ્યવહારનયની અપેક્ષાએ આ બાબતનો વિચાર કરતાં કંઈ પણ મૂર્ત અને અમૂર્તના સંબંધમાં આશ્ચર્ય લાગતું નથી. કર્પર-લસણ વગેરેની સારી નરતી ગંધ જેમ આકાશને આશ્રિ રહે છે તેમ કમે, સસારિ છોને આશ્રિ રહે છે. કર્મ અને આત્માના આશ્રય સંબંધીમાં ગુરૂગમપૂર્વક ઘણું સમજવાનું બાકી રહે છે. અત્ર વિસ્તારના ભયથી ઘણું વિવેચન કરવામાં આવ્યું નથી–માટે આ બાબતમાં જે જે પ્રશ્નો ઉઠે છે તેને જ્ઞાની ગુરૂને પુછી નિર્ણય કરે.
પ્રશ્નકેટલા પ્રકારનાં કર્મ, ઉદયમાં આવે છે? અને તે કેટલા પ્રકારે ભગવાય છે?
ઉત્તર-કર્મ, ચાર ભેદે ઉદયમાં આવે છે અને તે આત્માવડે આ સંસા૨માં ચાર પ્રકારે ભગવાય છે-કથા મે-આ ભવમાં કરેલું શુભ વા અશુભ
For Private And Personal Use Only