________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
ઈશ્વર વિષ્ણુની શક્તિથી માયા, જગા ઉત્પાદ લય કરે છે એમ. કહેશે તેા ઇશ્વરરૂપ, વિષ્ણુજ જીવાને સુખદુઃખ વિના કારણે દેનાર ઠરવાથી રાગી અને દ્વેષીપણું વિષ્ણુમાં આવે છે. કદાપિ એમ કહેશે કે જીવાના કર્મપ્રમાણે વિષ્ણુભગવાન સર્વને સુખદુ:ખ આપે છે તે તે વિષ્ણુભગવાન, ક્રર્મને અનુસરીને ચાલવાથી પરતંત્ર ઠરે છે, અને તેથી ઈશ્વર વિષ્ણુનું સ્વતંત્રપણું ઉડી જાયછે. માટે એમ પણ માની શકાય નહીં. ઈશ્વરરૂપ વિષ્ણુના જીવાએ શેા અપરાધ કર્યો છે કે તે દરેક જીવપ્રતિ દુઃખકારક માયાને પ્રેરે છે? નિરપરાધ જીવાને દુ:ખ દે તે ઈશ્વરરૂપ વિષ્ણુ દયાળુ કેમ ગણી શકાય? વિષ્ણુના જે ભક્તો છે તેને વિષ્ણુભગવાન્ સુખ આપે છે અને જે વિષ્ણુનું ધ્યાન ધરતા નથી તેઓને વિષ્ણુ પોતે દુઃખ આપે છે આમ જો કહેશે તેા વિષ્ણુમાં રાગ અને દ્વેષની સિદ્ધિ થઈ અને જેનામાં રાગદ્વેષ હેાય તે પરમાત્મા કહેવાય નહીં— પ્રશ્ન—ઈશ્વર-પેાતાનામાંથી જીવાને પ્રગટ કરે છે અને સંસારભાવ પમાડે છે અને મહાપ્રલયસમયે પાછે તેઓને સંહાર કરે છે આમ કેટલાક માને છે, તેનું કથન શું? સત્ય છે?
ઉત્તર—એવી પણ તેઓની માન્યતા સત્ય નથી-પ્રથમ તા તેઓએ વિચારવું જોઇએ કે ઈશ્વરે જીવાને કયા પ્રયાજન માટે ઉત્પન્ન કર્યો ? રાગદ્વેષરહિત અને અનંતસુખમય ઈશ્વર છે એમ માનતા હોવ તા એવા ઈશ્વરને જીવાને ઉત્પન્ન કરવાનું કંઈ પણ પ્રયોજન નથી—હવે બીજી રીતે વિચારો કે-ઈશ્વર નિત્ય છે કે અનિત્ય ? જો ઈશ્વર વિષ્ણુને નિત્ય કહેશો તેા તેનામાંથી જીવાના ઉત્પાદ થઈ શકે નહીં-કારણ કે નિત્ય મત પ્રમાણે એકાન્ત નિત્ય ઈશ્વરમાંથી જીવા નીકળવાની ક્રિયા થઈ શકતી નથી—ઈશ્વરવિષ્ણુને સર્વવ્યાપક કહેા તે આકાશની પેઠે ઈશ્વરવિષ્ણુ નિષ્ક્રિય કરવાથી જીવાની ઉત્પત્તિની પ્રક્રિયા કરી શકે નહીંપેાતાનામાં રહેલા એવા જીવાને સંસારિભાવ પમાડવાથી જીવાને જન્મ જરા અને મરણનાં દુઃખા ભાગવવાં પડે છે તેથી વિષ્ણુરૂપ ઈશ્વરે જીવાપર દયા કરી નહીં અને જીવાને દુ:ખના ખાડામાં નાંખ્યા. એમ પણ કહી શકાશે—તેમજ ઈશ્વરરૂપ વિષ્ણુમાંથી જીવાની ઉત્પત્તિ થવાથી તે જીવે. કાર્યરૂપ ઠર્યાં અને તેઓ કાર્યરૂપ ઠર્યાંથી બૌદ્ધના ક્ષણિકવાદની પેઠે ક્ષણભંગુર કર્યાં. તેમજ બીજો દોષ એ આવે છે કે કાર્યરૂપ જીવા
અનિત્ય ઠરવાથી જીવાનું કારણ એવા વિષ્ણુભગવાન પણ અનિત્ય ઠરી શકે છે-મરણુ કે જેવું ઉપાદાનકારણુ હેાય છે તેવું કાર્ય હાય છે. સ્ત્રી પણ પેાતાનામાંથી, નીકળેલી વસ્તુને દુઃખમાં નાખવા ઇચ્છતી નથી. ત્યારે ઈશ્વર પાતામાંથી નીકળેલા જીવાને દુઃખના ખાડામાં કેમ નાખે ?
For Private And Personal Use Only