________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ )
પ્રશ્ન-વેદાન્તને માનનારા અદ્વૈતવાદિયા એમ કહે છે કે ગ્રાવિના જગમાં ફ્રાઈ અન્ય પદાર્થ નથી-માયા અસત્ છે બ્રહ્મ સત્ છે. જડ નામના કોઈ પદાર્થ લવ નથી એમ પ્રતિપાદન કરે છે તે શું ચેાગ્ય છે?
ઉત્તર—અદ્વૈતવાદિયાનું એવું માનવું સિદ્ધ થતું નથી માટે તે અયાગ્ય છે—ન દત્તઃ દ્વૈતઃ ન એ તે એક-બે વસ્તુના નિષેધ કર્યો તે જ્ઞાનથી કર્યો કે અજ્ઞાનથી કર્યો? જે જ્ઞાનથી એના નિષેધ કર્યો તેા બીજી જડ વસ્તુને જ્ઞાનમાં ભાસ થયા વિના તેના નિષેધ થઈ શકે નહીં તેથી સિદ્ધ ર્યું કે જ્ઞાનમાં ભાસેલી જડ વસ્તુ છે અને તેથી જગમાં ચેતન અને જડ એ એ પદાર્થ સિદ્ધ થયા–સાયન્સવિદ્યાના પ્રોફેસરા પણ કહે છે કે જડ અને ચેતન એ બે પદાર્થનું જગમાં અસ્તિત્વ સિદ્ધ કરે છે—નાલતો વિતે આવો આ ગીતાના વાકયપ્રમાણે અસત્ હોય તે હાઈ શકે નહીં-અર્થાત્ આકાશ પુષ્પની પેઠે કદી આંખે દેખાય નહીં-જડ પદાર્થો અનેક આકારવાળા દેખાય છે માટે તેની અસ્તિતા સિદ્ધ ઠરતાં દ્વૈતવાદની ઉત્પત્તિ સહેજે થાયછે-આર્યસમાજીએ રામાનુજ પન્થવાળા વગેરે પણ જડ અને ચૈતન્ય એ એ તત્ત્વના સ્વીકાર કરે છે અને કહે છે કે ચાર વેદ વેદાન્તમાં દ્વૈતવાદ છે. પ્રીસ્તિયા-મુસલમાના પણ જડ અને ચેતન એમ એ તત્ત્વ તા માને છે—આ પ્રમાણે જૈનધર્મથી ભિન્ન એવા દર્શનાની પણ દ્વૈતવાદની માન્યતા છે તેથી સિદ્ધ થયું કે, જગમાં અનાદિકાળથી એ વસ્તુઓ હાવાના લીધે દ્વૈતવાદની માન્યતા ત્રણ ભુવનમાં ગાજી રહી છે, અદ્વૈતવાદના સ્થાપનમાં જે વેદસૂત્રોનું તે પ્રમાણ આપે છે તેજ સૂત્રોના અર્થ કરી આર્યસમાજી વગેરે એ તત્ત્વની સિદ્ધિ કહે છે જ્યારે બૌદ્ધોમાં વિજ્ઞાનવાદનું જેર હતું ત્યારે બૌદ્ધોના સામા ટકી રહી વેદનું અસ્તિત્વ રાખવા આદ્ય શંકરાચાર્યે એક બ્રહ્મવાદ સામેા સૂકી વેદધર્મને ટકાવી રાખ્યા હોય એમ અનુમાનથી લાગે છે—શંકરાચાર્યની પૂર્વે અદ્વૈતવાદ નહાતા એમ આર્યસમાજી કહે છે-ગમે તેમ હોય પણ સારાંશ કે જગમાં જડ અને ચેતન એ બે પદાર્થ હોવાથી દ્વૈતભાવની સિદ્ધિ થાય છે-કદાપિ એમ કહેવામાં આવે કે “જડ વસ્તુ છે.પણ તે સ્વગ્નની પેઠે ભ્રાંતિરૂપ છે માટે એક બ્રહ્મને માનીએ છીએ” આમ પણ કહેવું અયેાગ્ય ઠરે છે-કારણ કે—રૂપી જડ વસ્તુઓ જે જે કાર્યરૂપે છે તેનું રૂપાંતર (ઉત્પાદ–વ્યયની અપેક્ષાએ ) થાય છે પણ પરમાણુ તે। સદાકાલ દ્રવ્યપણે નિત્ય હાય છે તેથી તેના કદી નાશ થતા નથી, માટે સ્વઝની પેઠે એકાંતે ક્ષણિક જડ વસ્તુઓને કદાપિ કહી શકાય નહીં—માટે દ્વૈતવાદને સ્વમની ભ્રાંતિના દૃષ્ટાંતથી
For Private And Personal Use Only