________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 38 )
એમ જગતકોની માન્યતા સંબંધી એવી નિર્જીવ દલીલાવાળી, ઘણી કલ્પના છે કે પરસ્પરની દલીલામાં સેંકડો દોષ આવે છે—માટે આ ઉપરથી સાર લેવાના કે-જગત્કર્તા સંબંધી માન્યતા સર્વે જાડી છે કોઈ જગા કર્તા ( મનાવનાર) નથી—પૂર્વે અમૈથુની સૃષ્ટિ હતી અને પશ્ચાત્ મૈથુની સૃષ્ટિ થઈ એમ કહેવામાં પણ સત્ય દલીલ નથી~~ મૈથુન વિના મનુષ્યાની ઉત્પત્તિ થઈ શકતી નથી–કારણ વિના કાર્યની ઉત્પત્તિ થઈ શકેજ નહી અનાદિકાળથી મૈથુની સૃષ્ટિ ચાલે છે.
પ્રશ્ન—કાઈ ધર્મવાળા એમ કહે છે કે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે પરમેશ્વર અવતાર ધારણ કરે છે-શું આ વાત ખરી છે?
ઉત્તર—એવી માન્યતા ખરી નથી-કર્મરહિત થએલા સિદ્ધ પરમાત્માને અવતાર ધારણ કરવાની કંઇ પણ જરૂર નથી—તેમજ કર્મરહિત થએલા પરમાત્મા પાછા સંસારમાં જન્મ લેઈ શકતા નથી—૧ યાજ્ઞ પુનરાવર્તને-ચતૂલ્યા ન નિવર્ઝન્સે સદ્દામ મં મમ. આવાં વેદાન્તસૂત્રોથી પણ સિદ્ધ થાય છે કે મુક્ત પરમાત્મા, પરમેશ્વર, અવતાર લેઈ શકતા નથી— વળી કહ્યું છે કે—
જોજ दग्धे बीजे यथात्यन्तं - प्रादुर्भवतिनाङ्कुरः । तथा कर्मबीजे दग्धे-न रोहते भवाङ्कुरः ॥ १॥
ભાવાર્થ——મીજ મળી ગયે છતે જેમ અંકુરો પ્રકટતા નથી તેમ કર્મમીજ મળી ગએ છતે જન્મરૂપ અંકુરા ઉત્પન્ન થઈ શકતા નથી— કર્મવિના અવતાર લેઈ શકાતા નથી—પરમાત્મા, કર્મરહિત છે તેથી તેમને અવતાર લેઈ દુ:ખ ભોગવવું પડતું નથી–પરમાત્માને અવતાર લેવાનું માનશે તે પરમાત્માને કર્મ કર્યું અને જેને કર્મ લાગ્યું હાય તે સિદ્ધબુદ્ધ પરમાત્મા પરમેશ્વર કહી શકાય નહીં-પરમાત્માને કોઇ શત્રુ નથી, તેમજ કોઇ મિત્ર પણ નથી. પરમાત્મા રાગદ્વેષરહિત છે તેથી પરમાત્માના જ્ઞાનમાં સર્વ જીવ જેવા હાય છે તેવા ભાસે છે–જેમ આરીસામાં ગમે તેવા પદાર્થો ભાસે તેમાં આરીસાને કંઇ રાગદ્વેષ નથી તેવી રીતે પરમાત્માના કેવલજ્ઞાનમાં અનેક પદાર્થો ભાસે છે પણ તેથી પરમાત્માને રાગ કે દ્વેષ ઉત્પન્ન કદાપિ થતા નથી. કારણુ કે રાગદ્વેષના ક્ષય કર્યાંથી તે પરમાત્મા થયા છે. એવા વીતરાગપરમાત્મા સદાકાળ અનન્તસુખના ભાગી છે–કર્મના સંપૂર્ણ ક્ષયથી કદી અવતાર ધારણ કરતા નથી—માટે ભગવાને દશ અવતાર ધારણ કર્યા ઇત્યહૃદ જે કલ્પનાઓ ચાલે છે તે સર્વે ખેફ્ટી છે એમ સમજવું.
For Private And Personal Use Only