________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ ) છે અને કારણથી ચૂપ થઈ જાય છે તેવી રીતે ઈશ્વરકત્વવાદમાં જગતની ઉત્પત્તિ કરવાનું તથા નાશ કરવાનું પ્રયોજન જણાતું નથી– પૂર્વોક્ત વિરૂદ્ધ ધર્મવાળી ઈશ્વરની એ સ્વાભાવિક શક્તિ માનતાં અનેક દૂષણે આવે છે તેમજ પૂર્વોક્ત બે વિભાવિક શક્તિ માનતાં પણ ઈશ્વરને ઉપાધિરૂપ અનેક દૂષણે આવે છે માટે ઈશ્વરકર્તવવાદ, કોઈ પણ રીતે સિદ્ધ કરતો નથી.
પ્રશ્ન–જગતના જીવોની સુબુદ્ધિ વા દુબુદ્ધિનો આપનાર ઈશ્વર છે એમ કેટલાક માને છે તે વાત શું ખરી છે?
ઉત્તર–ઈશ્વર વિતરાગ છે-(રાગદ્વેષ રહિત છે) કેઈના પર રાગ નથી અને કેાઈનાપર તેને દ્વેષ નથી–કેઈને સુબુદ્ધિ વા દુબુદ્ધિ પણ આપતો નથી–સર્વ જીને ક્ષયોપશમ અનુસારે સુબુદ્ધિ વા દુબુદ્ધિ ઉત્પન્ન થાય છે–સર્વ જીવોને પુણ્ય અને પાપના અનુસારે સુખ ના દુઃખ ઉત્પન્ન થાય છે–જી જેવાં જેવાં કર્મ કરે છે તદનુસારે ફળ ભોગવે છે–ઈશ્વરના ગુણોનું ધ્યાન ધરે છે તેનામાં સુબુદ્ધિ ઉપજે છે.
પ્રશ્નકોઈ ધર્મવાળા કહે છે કે તિબેટમાં પ્રથમ મનુષ્યની ઉત્પત્તિ થઈ–વર્ષમાં દેડકાં જેમ થાય છે તેમ એકદમ દેડકાંની પેઠે મનુષ્યો ઉત્પન્ન થયાં. પ્રથમ મનુષ્ય અમૈથુની ઉત્પન્ન થયાં–પશ્ચાત મનુષ્યોની મિથુની સૃષ્ટિ થઈ–મેઈધર્મવાળા કહે છે કે-એદનની વાડીમાં ઈશ્વરે માટીથી આદમ નામના પુરૂષને અને હવા નામની સ્ત્રીને બનાવી– ત્યારથી મનુષ્ય થવા લાગ્યાં–કેઈ બ્રહ્માએ મનુષ્ય બનાવ્યાં એમ કહે છે ઇત્યાદિ ઘણું જુદા જુદા વિચાર છે તેમાં શું ખરું છે તે જણાવશે.
ઉત્તર–આર્યસમાજીએ પ્રથમ તિબેટમાં મનુષ્યની ઉત્પત્તિ માને છે તેમાં કે દાર્શનિક પ્રમાણુ નથી–ફક્ત તે કલ્પના કરેલી છે – ભારતવર્ષમાં મનુષ્યોની ઉત્પત્તિ પૂર્વ નહતી એમ કદાપિ કહી શકાય નહીં–જૈનશાસ્ત્રાધારે અનાદિકાળથી મનુષ્યો વગેરે જીવોને પ્રવાહ છે–ભારતભૂમિમાં અનાદિકાળથી પ્રવાહની અપેક્ષાએ મનુષ્યો થયા કહે છે-જે લોકે એદન વગેરેમાં ઈશ્વરે મનુષ્યની ઉત્પત્તિ કરી તેમ માને છે તે પણ જૈનશાસ્ત્રથી વિરૂદ્ધ છે–કારણ કે (કૂર્ણ નાસ્તિત્તઃ – મૂળ ન હોય તે શાખા કયાંથી,) જ્યારે જગતને બનાવનાર ઈશ્વર નથી ત્યારે એદનની વાડીમાં આદમ અને હવાને બનાવ્યાં તે પણ કયાંથી સિદ્ધ થઈ શકે? અલબત સિદ્ધ થઈ શકે નહીં–કઈ જગતના કર્તા તરીકે બ્રહ્માને બતાવે છે-કેઈ વિષ્ણુને બતાવે છે. કેઈ મહાદેવને બતાવે છે-કઈ શક્તિને બતાવે છે-કે સ્વામીનારાયણને બતાવે છે
For Private And Personal Use Only