________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે ઈશ્વર જગતને કર્તા સિદ્ધ કરતું નથી–જે જગતકર્તા ઈશ્વરને માને છે તેને પ્રશ્ન કે કર્મ, ઈશ્વરના તાબામાં છે કે કેમ ?-કર્મને અનુસરી ઈશ્વર ચાલે છે કે ઈશ્વરને અનુસરી કર્મ ચાલે છે–પ્રથમ પ્રશ્નના ઉત્તરમાં કહેશે કે-કમ ઈશ્વરના તાબામાં છે, એમ તમારાથી કહેવાશે નહીં કારણ કે કર્મનો કર્તા ઈશ્વર નથી-કર્મના કર્તા તે જીવે છે. અને જીવોને કર્તા તે ઈશ્વર નથી ત્યારે ઈશ્વરની પેઠે અનાદિકાળના પદાર્થો છે તે ઈશ્વરના તાબામાં શી રીતે કહી શકાય?–બીજા પ્રશ્નના ઉત્તરમાં કહેશે કે કર્મને અનુસરી ઈશ્વર ચાલે છે તે તેમાં ઈશ્વરનું ઈશ્વરપણું રહેતું નથી–કારણ કે કર્મને અનુસરનાર ઈશ્વર, કઈ પણ રીતે સર્વશક્તિમાન કહી શકાય નહીં–ઈશ્વરને અનુસરી કર્મ ચાલે છે એમ તે કહેવાય નહીં જે એમ કહેશે તે અને સારાં ખોટાં કર્મ લગાડનાર ઈશ્વર ઠર્યો, તેથી તે પક્ષપાતી ઠર્યો માટે એમ પણ માનવું અસત્ય ઠરે છે––ઈશ્વરમાં જગત રચવાનો સ્વભાવ છે તેથી તે જગતને રચે છે એમ પણ કહી શકાશે નહીં–ઈશ્વરમાં રહેલ વાતવરવસ્ત્રમાવને નિત્ય માનશે તે ક્ષણે ક્ષણે ઈશ્વર નવી નવી દુનિયા બનાવ્યા કરશે અને કપાવવામra, નિત્ય હોવાથી કદાપિ જગને પ્રલય થનાર નથી–આ પ્રમાણે જગતને અપ્રલય તમે માનતા નથી–ઈશ્વરમાં જવા અને મારા માનશે તે જે વખતે રૂંવરિ જગત બનાવવા માંડશે કે તુર્ત પ્રલયશક્તિ તેને નાશજ કરી દેશે-તેથી જગતની ઉત્પત્તિ કદી થઈ શકશે નહીં– પ્રોજન વિના ઈશ્વરે જગત બનાવ્યું એમ પણ કહી શકાશે નહીં–પ્રોજન વિના મન્દ પણ કઈ કાર્યની પ્રવૃત્તિ કરતા નથી. માટે સુખદુઃખ આપવાની શક્તિ કર્મમાં છે એમ સર્વાના વચન પ્રમાણે સત્ય ઠરે છે–પરમાણુત્કંધ જડરૂપ સ્થલ જગતનું ઉપાદાનકારણું પરમાણુઓ છે અને નિમિત્તકારણે સંસારી જો તથા અન્ય જડ પદાર્થો છે–ઘટરૂપ સ્થલ પદાર્થનું ઉપાદાનકારણું મૃત્તિકા છે–નિમિત્તકારણ કુંભાર-દંડચક્ર વગેરે છે–દરેક દૃશ્ય પદાર્થો છે તેનું ઉપાદાનકારણ સૂક્ષ્મ પરમાણુઓ છે અને નિમિત્તકારણું અન્ય પદાર્થો તથા જીવે છે-જ્યારે આ પ્રમાણે સ્થિતિ છે ત્યારે સ્થલ પદાર્થોમાં નિમિત્તકારણરૂપે ઈશ્વરને માનવાની કંઈ પણ જરૂર રહેતી નથી.
પ્રશ્ન-કર્મ આઠ પ્રકારનાં છે અને તે જડ છે તે શું સમજી શકે કે આ જીવને સુખ આપવું જોઈએ અને આ જીવને દુઃખ આપવું જોઈએ? ઈશ્વર તે સર્વજ્ઞ છે તેથી કર્મના આધારે બરાબર માન્ય કરી સુખદુઃખ આપી શકે માટે સુખદુઃખને આપનાર ઈશ્વર કેમ ન મનાય ?
For Private And Personal Use Only