________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) ઉત્તર–જેમ સૂર્યનાં કિરણોમાં સ્વાભાવિક તાપ આપવાની શક્તિ રહેલી છે તેથી જેના ઉપર તે પડે છે તેને તપાવે છે-શીત (તાઢમાં)માં સ્વાભાવિક મનુ વગેરેને તાઢ (શીત) આપવાની શક્તિ રહેલી છે તેથી તેની પાસે રહેલા મનુષ્યો-પશુ–પંખી વગેરેને તાઢ આપી શકે છે. અને મનુષ્યો વગેરે તાઢને વેદી શકે છે તેવી રીતે શાતાશાતારૂપ કમપુલેમાં સુખદુઃખ આપવાની શક્તિ રહેલી છે. જે જીવને પુણ્યપાપરૂપ કર્મ લાગે છે તે છોને પાપ અને પુણ્ય અનેક નિમિત્તદ્વારા સુખદુઃખ આપવા પ્રવૃત્તિ કરે છે અને જી, કર્મના અનુસારે થએલ સુખદુઃખને જાણે છે–વેદે છે–સૂર્યનાં કિરણે જડ છે-તાપનાં પુકલ જડ છે-શીત (ઠંડક)નાં પુદ્ગલ જડ છે તોપણ તે તાપ અને તાઢ આપી શકે છે તે પ્રમાણે પુણ્ય અને પાપરૂપ કર્મ જડ છે તોપણ તે સ્વયમેવ છાને સુખદુઃખ ભેળવવામાં સમર્થ બને છે-અને કર્મના અનુસારે સુખ અને દુઃખને ભોક્તા આત્મા બને છે તેથી ત્યાં સુખદુઃખને ન્યાય આપનાર તથા પ્રેરનાર તરીકે ઈશ્વરની કલ્પના કરવાની જરૂર પડતી નથી–ઉચ્ચારેલા શુભાશુભ જડ શબ્દોમાં સમજવાની બિલકૂલ શક્તિ નથી તોપણ જેના કણમાં પેસે છે તેને હર્ષશોક કરે છે તેમ કર્મમાં પણ જડપણુથી જ્ઞાન નથી પણ તે જીને સુખદુઃખ ઉપર પ્રમાણે આપવા સમર્થ થાય છે-રેગોને નાશ કરવા માટે ઔષધે આપવામાં આવે છે-ઔષધે જડ હોવાથી તેમાં જ્ઞાન નથી તોપણ તે પોતાના સ્વભાવ પ્રમાણે અનેક પ્રકારના રેગોનો નાશ કરે છે, તેમ કર્મ પણ સમજાતું નથી પણ તે પિતાના શુભાશુભ સ્વભાવપ્રમાણે જીવોને સુખદુઃખ આપવા સમર્થ થાય છે. તેથી ત્યાં ઈશ્વરના ન્યાયની તથા પ્રેરણાની કલ્પના કરવાની બિલકુલ જરૂર પડતી નથી મનુષ્ય જે જે પદાર્થો ખાય છે તેને પચાવવાની શક્તિ (તેજસશરીર) શરીરમાં રહેલી જઠરાગ્નિમાં છે–જઠરાગ્નિ જડ છે તેમાં સમાજવાની શક્તિ નથી પણ તે પિતાના સ્વભાવ પ્રમાણે અન્નને પચાવવા સમર્થ થાય છે તેમ સમજવાની શક્તિરહિત એવું જડકર્મ પણું શુભાશુભ સ્વભાવ પ્રમાણે જેને સુખદુઃખ આપવા સમર્થ થાય છેતેથી ત્યાં ઈશ્વરની ન્યાયશક્તિ વા પ્રેરણાની કલ્પના કરવાની જરૂર પડતી નથી–જેવાં જેવાં જીવો કર્મ કરે છે તેવાં તેવાં કર્મ ઉદયમાં આવે છે અને તે તે ઉદયમાં આવેલા કર્મના અનુસારે છો સુખદુઃઅને જ્ઞાનવડે ભોગવે છે–(અર્થાત્ સુખદુઃખ વેદે છે.) અન્નમાં સુધા શમાવાને સ્વભાવ રહ્યો છે તેથી ઉદરમાં જ્ઞાનવિનાનું પડેલું અન્ન પિતાની મેળે ક્ષુધા (ભૂખ)ને શમાવી દે છે–ઈશ્વરની ત્યાં જરૂર પડતી
For Private And Personal Use Only