________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 22 )
વિજયાનન્દસૂરીશ્વરકૃત જૈનતત્ત્વાદી-અજ્ઞાન તિમિરભાસ્કર વગેરે ગ્રંથા
વાંચવા—
પ્રશ્ન—વેદ કેટલા છે અને તેના માનનારાઓમાં જુદી જુદી માન્યતા છે કે એક માન્યતા છે?
ઉત્તર-ઋગ્વેદ-યજુર્વેદ-સામવેદ અને અથર્વવેદ એ ચાર વેદ છેશાંકરમતવાળા વેદને માને છે પણ તે સર્વ જીવાના એક આત્મા સ્વીકારે છે–રામાનુજ પન્થવાળા વેદને માને છે પણ તે જગા કર્તા ઈશ્વર માને છે અને તે અદ્વૈતમતથી ( શાંકરમતથી ) વિરૢ આત્માનું અણુરૂપ માને છે—અને તે શંકરાચાર્યના સિદ્ધાન્તનું ખંડન કરે છે–રામાનુજના પથવાળાએ વૈષ્ણુવા ગણાય છે અને તે કહે છે કે શ્રીવિષ્ણુભગવાને આ જગત્ ઉત્પન્ન કર્યું છે—શાંકરમતવાળાઓ તેજ વેદનાં પ્રમાણ આપીને શ્રીરામાનુજના સિદ્ધાંતાનું ખંડન કરે છે–રામાનુજમતવાળા એમ કહે છે કે આત્માઓનું અણુરૂપ છે અને તે વિષ્ણુના દાસ છે–આત્માઓ કદી ઈશ્વરરૂપ થઈ શકતા નથી—શાંકરમતાનુયાયીઓ આત્મા તે પરમાત્મા રૂપ છે એમ માને છે. વલ્લભાચાર્યના અનુયાચીએ વેદને માને છે પણ તે કહે છે કે-ઈશ્વર (શ્રીકૃષ્ણ )થી આ જગત્ ભિન્ન નથી, સર્વ જીવા ઈશ્વરના છે. એમના સિદ્ધાંતને શુદ્દાદ્વૈતસિદ્ધાન્ત કહે છે—રામાનુજના મતને વિશિષ્ટાદ્વૈતસિદ્દાત કહેછે. વેદના અર્થ તે સર્વ મતવાળા પાતપાતાની બુદ્ધિ પ્રમાણે ભિન્ન ભિન્ન કરે છે. અઢારસૈંની સાલમાં વેદને માનનાર સ્વામીનારાયણના મત થયા-માધવતીર્થ શંકરાચાર્ય કહે છે કે તે મત વેદવિરૂદ્ધ છે—પચાશ વર્ષ પહેલાં લગભગ આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનન્દસરસ્વતિ થયા. સ્વામીજીએ વેદના ઉપર જુદી ટીકા કરી–સ્વર્ગ-નરક, મૂર્તિ–શ્રાદ્ધક્રિયાઅદ્વૈતસિદ્ધાન્ત વગેરેનું ખંડન કરી સ્વમતિ અનુસારે વેદના અર્થ ભિન્ન કર્યો—પુરાણામાં પાપલીલા છે-તે જાડાં છે એમ માન્યતા સિદ્ધ કરી અતાવી-વામમાર્ગીયા પણ વેદને માની પોતાની કલ્પના પ્રમાણે અથ કરે છે–વેદને માનનારાઓમાં પણ ભિન્ન ભિન્ન માન્યતા છે-પરસ્પર એક બીજાનું તે ખંડન કરે છે-મધ્વાચાર્યના મત જુદા છે. નિમ્માકૈના મત જુદો છે. તે પણ ભિન્ન ક્રિયા-વિચારને વેદના આધારે જણાવી અન્યાનું ખંડન કરે છે—આ સર્વ મતવાળા કહે છે કે અમારૂં કહેવું ખરૂં છે; અમારા હૃદયમાં આવી પરમેશ્વર બરાબર ખતાવે છેપાતપેાતાની માન્યતાઓ સિદ્ધ કરવા વેદના અર્થ ભિન્ન ભિન્ન કરે છે. પરસ્પર વિરૂદ્ધ અર્થોમાંથી કોનું કહેવું સત્ય છે તે આજ સુધી કોઈ નક્કી કરતા નથી.
For Private And Personal Use Only