________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) વિદ્યા આવડતી નથી. આ સર્વ ઘટના પુનર્જન્મ માન્યાવિના ઘટતી નથી–પુનર્જન્મ નહીં માનનારાઓને નીતિનો સિદ્ધાંત પણ આ ભવને માટે ઘટી શકે છે ઈત્યાદિ ઘણા દેશે વિચારતાં માલમ પડે છે.
પ્રશ્ન–પુનર્જન્મ નહીં માનનારાઓ નાસ્તિક કહેવાય કે નહીં? ઉત્તર–પુનર્જન્મ નહીં માનનારાઓ નાસ્તિક કહેવાય છે.
પ્રશ્ન–જગતમાં કેઈ આત્માને નહીં માનનારાઓ પણ હશે કે? અને તે કેવા કહેવાય?
ઉત્તર–જગમાં આત્માને નહિ માનનારાઓ જડવાદીઓ ગણાય છે-યુરેપ વગેરેમાં તેવા કેટલાક મનુષ્ય છે-શરીરથી ભિન્ન આત્મા નથી–શરીરને નાશ થતાં આત્મા એવી કઈ વસ્તુની અસ્તિતા રહેતી નથી એમ માને છે-ભારતભૂમિમાં એવા નાસ્તિકોને ચાર્વાક કહે છે – અત્યંત મિથ્યાત્વકર્મના ઉદયે મનુષ્યમાં એવા ખરાબ વિચારે પ્રકટી નીકળે છે. યુરોપ આદિ દેશમાં પૂર્વ જડવાદીઓ ઘણુ હતા. પણ હાલ આત્મજ્ઞાનના પ્રભાવે નાસ્તિકવાદ (જડવાદ) નારા પામતો જાય છે–સાયન્સવિદ્યાના પ્રોફેસરોએ આરસની ગતિના પ્રયોગથી સિદ્ધ કરી બતાવી છે–ત્રણ કાલમાં આવા નાસ્તિકની થોડા ઘણે અંશે હયાતી રહે છે-જેમ જેમ આત્મજ્ઞાનનાં પુસ્તકને ફેલા થાય છે તેમ તેમ જડવાદિનું જોર હતું જાય છે–
પ્રશ્ન–આત્માની અસ્તિતા તથા પુનર્જન્મને સિદ્ધ કરનારાં જૈનધર્મનાં પુસ્તક છે ?
ઉત્તર-હા-જૈનધર્મનાં ઘણાં પુસ્તક છે અને તેમાં આત્માની સિદ્ધિ સારી રીતે ખંડનમંડનપૂર્વક કરી બતાવી છે-સાહિ તર શાસ્ત્રવાતૉસમુચ્ચય-સ્યાદ્વાદમંજરી–વિશેષાવશ્યકતત્ત્વાર્થસૂત્ર વગેરેમાં ઘણી યુક્તિયોથી આત્માની સિદ્ધિ કરી છે–અને પુનર્જન્મની સિદ્ધિમાં અનેક પ્રમાણે બતાવ્યાં છે–
પ્રશ્ન–અઢી હજાર વર્ષ પર આર્યાવર્તમાં (હિંદુસ્થાનમાં) કયા કયા ધર્મોની હયાતી (સ્તિતા) હતી?
ઉત્તર–જૈનધર્મ-વેદધર્મ અને ધર્મ એ ત્રણ ધર્મોની હયાતી હતી-તેમાં પણ વિશેષ એટલું છે કે જૈનધર્મ સર્વ ધર્મ કરતાં આ વીશીની અપેક્ષાએ ઘણે પ્રાચીન છે–આ અવસપણે કાલમાં શ્રી ઋષભદેવ ભગવાને જૈનધર્મની સ્થાપના કરી હતી. જૈન ધર્મની પશ્ચાત્ વેદાદિ ધર્મો નીકળ્યા છેતતસંબંધી વિશેષ ખુલાસે જે હોય તે શ્રીમદ્
For Private And Personal Use Only