________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) વાળા જીવોની રક્ષા કરવી જોઈએ-ગૃહસ્થ જૈનેને વિવેક દષ્ટિ પ્રગટ થઈ હોય છે તેથી તેઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવ જોઈ સર્વ જીવોની દયાથી રક્ષા કરવા ચૂકતા નથી–એકેન્દ્રિય કરતાં કોઈ પ્રસંગે દ્વીદ્રિય અને બચાવે છે–દ્વીદ્રિય કરતાં ત્રીન્દ્રિય જીને વિશેષતઃ બચાવે છે–ત્રીન્દ્રિય કરતાં ચતુરિન્દ્રિય જીવોને વિશેષતઃ બચાવે છે–ચતુરિન્દ્રિય કરતાં પંચેન્દ્રિય જીને વિશેષતઃ બચાવે છે તેમાં પણ કારણ પ્રસંગે પશુ પંખી અને જલચર કરતાં મનુષ્યોને વિશેષતઃ બચાવે છે. તેમાં પણ મિથ્યાત્વી મનુષ્ય કરતાં કારણુપ્રસંગે સમ્યકત્વવંત મનુષ્યોને વિશેષતા બચાવે છે. તેમાં પણ ગૃહસ્થ જૈનો કરતાં કારણ પ્રસંગે ત્યાગી મુનિરાજ જૈનેને વિશેષતઃ બચાવે છે–તેમાં પણ આચાર્ય-ઉપાધ્યાયાદિન વિશેષ બચાવ સમજો-જૈને કટાકટીના પ્રસંગે એકી વખતે સર્વ જીના પ્રાણ બચાવવાના પ્રસંગે કે આવી બાબતમાં લાભાલાભને જોઈ પ્રવૃત્તિ કરે છે તે પણ તેવા પ્રસંગે એકેન્દ્રિયાદિક સર્વ જીપર દયાને પરિણામ તે કાયમ રહે છે–આવા પ્રસંગે જૈને, જૈનશાસ્ત્ર અને જ્ઞાની ગીતાર્થ ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ નિવૃત્તિ કરે છે-મુનિરાજવર્ગ, સર્વ જીવોની દયાના પરિણામવડે રક્ષા કરે છે-અપવાદમાર્ગ (જૈન સિદ્ધાંતમાં જણાવેલાં અપવાદનાં કારણેને લઈ) અંતરમાં દયાને પરિણુમ રાખી બાહિરથી લાભાલાભ જોઈ જીવોની રક્ષા કરે છે–જૈનશાસનની હેલનાના પ્રસંગે-નાશના પ્રસંગે રક્ષણ કરવાના ઉદ્દેશથી–સાધુ અને ચાવીઓને મહાઉપદ્રવ થતો હોય તે નિવારવા માટે વિષ્ણુકુમારે મરિચીને જેમ શિક્ષા કરી તથા શ્રી કાલિકાચાર્યે ગર્દભભિલ્લ રાજાને શિક્ષા કરી તેમ પ્રવૃત્તિ કરે છે– આ સંબંધીની વિશેષ ચર્ચા કઈ જ્ઞાની ગીતાર્થ મુનિપાસે જઈ સમજી લેવી-ગૃહસ્થ જૈનેને સવાવિસવાની દયા છે – અપરાધ આદિ કારણુવિના તથા આજીવિકાદિ પ્રયજનવિના તેઓ એકેન્દ્રિય જીવોની પણ રક્ષા કરે છે તે અન્યજીવોની કેમ રક્ષા ન કરે?— અર્થાત્ કરે જ. ગૃહસ્થ જૈનોમાં પણ કેટલાક અવિરતિ સમ્યગ્ગદષ્ટિ ચોથા ગુણ સ્થાનકવાળા હોય છે–શ્રીકૃષ્ણ મહારાજા-અવિરતિ સમ્ય
દષ્ટિ હતા-જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધાના લીધે ક્ષાયિક સમકિતી હતા-તેપણ અવિરતિપર્ણના લીધે રાજ્યના પ્રસંગે ત્રણસેં ને સાઠ યુદ્ધ કર્યો હતાં–શ્રેણિક રાજા પણ અવિરતિ સમ્યગુદણિ શ્રાવક હતા–ચંડ પ્રતનરાજા શ્રી મહાવીર સ્વામીના બાર વ્રતધારી શ્રાવક હતા તોપણ ક્ષત્રિયુપણુને ધર્મ કે જે પોતાને શરણે આવ્યો હોય તેને પાછો ન આપવો તે હેતુ આદિથી કેણિકરાજાની સાથે બાર વર્ષ સુધી ભયંકર લડાઈ લક્યા-કેણિક નૃપતિના પક્ષમાં ચમરેન્દ્ર હતા તે પણ ચંડપ્રદ્યતન
For Private And Personal Use Only