________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩ ) મીના પૂર્વે પણ લખાયાં હોય એમ કેમ ન કહેવાય; શ્રી વીરપ્રભુના સમય લગભગમાં ચાલીશ કરોડ મનુષ્ય જૈન હતા. જ્યારે એમ હતું ત્યારે જૈન પુસ્તક પણ ઘણુ પ્રમાણમાં લખાયાને પ્રવાહ હતો એમ કેમ ન કહેવાય; દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના વખતમાં ઉથલપાથલ વગેરેથી બચેલાં સૂત્રો વગેરેને ઉદ્ધાર કરી નવેસરથી લખાયાં હોય એમ અનુમાન થાય છે.
પ્રશ્ન—જેનેના ગ્રામાં કઈ કઈ બાબતોનું વિવેચન કર્યું હોય છે;
ઉત્તર–મુખ્યત્વે સૂત્રો તથા ગ્રન્થોમાં દ્રવ્યાનુયેગ-ગણિતાનુયોગ ચરણકરણનુગ અને ધર્મકથાનુગ આ ચાર અનુગનું વિવેચન છે અને તેમાં જીવ, અજીવ, પુણ્ય–પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, અને મોક્ષ એ નવ તત્ત્વની પ્રરૂપણું હોય છે–પરમાત્મા, આત્મા, કર્મ જગત્ અને સાયન્સવિદ્યા વગેરે ઘણી બાબતોને તેમાં સમાવેશ થાય છે. દેવ ગુરૂ અને ધર્મનું સારી રીતે વર્ણન કરેલું છે–પૃથ્વી-જલ–અગ્નિ વાયુ અને આકાશ વગેરેનું સારી રીતે વર્ણન કરેલું હોય છે, જગતું, ઈશ્વરે વગેરે પદાર્થો અનાદિકાળના છે એવું તેમાં સારી રીતે પ્રતિપાદન કર્યું છે-શ્રી સર્વ જે જે દેખ્યું તેનું વર્ણન જેવું હોય તે જૈન ગ્રન્થમાં સારી રીતે મળી શકે છે.
પ્રશ્ન-આખી દુનિયામાં ધર્મપુસ્તકની વિશેષ સંખ્યા કયા ધર્મમાં વિશેષ હશે ?
ઉત્તર-પ્રાયઃ જૈન ધર્મના પ્રત્યે સર્વ ધર્મકરતાં વિશેષ સંખ્યામાં છે તેનાથી ઉતરતાં બૌદ્ધધર્મનાં પુસ્તકે છે, અને તેનાથી ઉતરતાં વેદધર્મવાળાનાં, પશ્ચાત્ મુસલમાન અને પ્રીતિનાં ધર્મપુસ્તકે છેજૈનેના લાખે પુસ્તકોનો નાશ થએલ ઇતિહાસથી સાબીત થાય છે. મુસલમાનોએ ધર્મઝનુનથી જૈનોનાં ઘણાં મન્દિર તેડી નાંખ્યાં અને તેઓની મસીદો પણ બનાવી-જૈનોના ઘણું જ્ઞાનભંડાર બાળીને ભસ્મ કરી નાંખ્યા–મુસલમાનોએ પુસ્તકે બાળીને તેના વડે છછ માસપર્યત રાઈ કરી તેમાં જૈનોના પુસ્તકોને ઘણે ભાગ બળીને ભસ્મીભૂત થઈ ગયે-હાય કેટલી બધી અફસોસની વાત-ઘણું ખરાં પુસ્તકે ગુપ્ત ભંડારમાં ભયના લીધે નહીં કાઢવાથી સડી ગયાં-ઘણું પુસ્તકો ઉઈના ભંગ થઈ પડ્યાં.
પ્રશ્ન–અન્ય ધર્મવાળાઓ કહે છે કે જેને તે ફક્ત કીડી કુંથુઆ વગેરે નાના જીવની દયા કરનારા છે. અને તે બીકણું હોય છે-જૈનેનું જોર વધવાથી લેકે દયાના લીધે બાયલા બની ગયા. અને તેથી રાજા
For Private And Personal Use Only