________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) પ્રથમ સાધુપણું અંગીકાર કર્યું છે અને કરશે–ત્રણ જ્ઞાનના સ્વામી તીર્થકરો પણ ત્યાગી બને છે માટે ચતુર્વિધ સંઘમાં ત્યાગી એવા સાધુવર્ગની વિશેષ મહત્તા ગણાય છે.
પ્રશ્ન–જૈનધર્મનાં સૂત્રો હાલ કેટલાં છે અને ગ્રન્થ કેટલાં છે?
ઉત્તર–જૈનધર્મના હાલ પિસ્તાલીશ આગમ (સૂત્રો) કહેવાય છેસ્થાનકવાસી જૈને ૩૨ આગમ માને છે–દિગંબર જૈને જૈનપુરાણે તથા તત્ત્વાર્થ સૂત્ર વગેરે માને છે–જૈનોની ઘણું ગ્રન્થ છે. હાલમાં તૈનામઈદ બહાર પડ્યું છે તે વિના પણ ઘણું ગ્રન્થ છે. સિકંદર બાદશાહના વખતમાં ઘણું જૈન પુસ્તકનો નાશ થયે–કારણકે તે વખતે તેના હાથમાં ઘણું પુસ્તકો આવ્યાં હતાં–બીજા પણ બાદશાહએ જેનાં ઘણાં પુસ્તકે બાળી નાખ્યાં–વલ્લભીતરફ પણ જલમાર્ગ હિંદુસ્થાન ઉપર સ્વારીઓ થઈ છે અને તેમાં પણ જૈનોનાં ઘણાં પુસ્તકનો નાશ થા–કેટલાંક પુસ્તકનો ઉદ્ધઈ વગેરે જંતુઓએ નાશ
-કેટલાંક પુસ્તકો નેપાલ વગેરે તરફ સંરક્ષણ માટે આર્ય રાજાઓ તરફ મોકલી આપવામાં આવ્યાં હતાં-ભદ્રબાહુ અને સ્થૂલીભદ્ર જેવા રામર્થ ચતુર્દશ પૂર્વધારી વિદ્વાને નેપાલમાં રહ્યા હતા. ભદ્રબાહુ સ્વામી નેપાલમાં મહા પ્રાણાયામની ક્રિયાનો અભ્યાસ કરતા હતા–તે ઉપરથી યોગનાં પુસ્તક પણ જૈનોમાં ઘણુ હતાં એમ સિદ્ધ થાય છે–નેપાલના રાજાની લાયબ્રેરીમાં ઘણું પુસ્તકે તાડપત્ર વગેરેનાં હતાં–હાલમાં ત્યાંના રાજાએ બેલાખ પુસ્તકને મોટો સંગ્રહ હતા તેને ઈગ્લાંડની લાયબ્રેરીમાં આપે–તેમાં જૈનેનાં પુસ્તક હશે. પાટણ, ખંભાત, જેસલમેર વગેરે ઠેકાણે હાલ જૈના ભંડાર છે. બધાં પુસ્તકનું લીષ્ટ જોઈએ તેવું હવે થશે એમ લાગે છે.
પ્રશ્ન–જૈનધર્મના પુસ્તકો લખાવવાને રીવાજ ક્યારથી શરૂ થ-કેટલાક કહે છે કે વીરભગવાન્ પછી ૮૮૦ થયા બાદ પુસ્તકે લખાયાં—? માટે ખરી વાત કઈ માનવી?
ઉત્તર–જૈનધર્મનાં પુસ્તકે ઘણું વર્ષથી લખાતાં આવ્યાં છે-વીરસંવત-નવસે એશી વર્ષપૂર્વે પણ ઘણું ગ્રન્થ લખાયાના દાખલાઓ માલુમ પડે છે-શ્રીહરિભદ્રસૂરી–વીર સંવત એક હજારની સાલમાં થયા છે. તેઓએ મહાનિશીથ સૂત્રનો ઉદ્ધાર કર્યો એમ જણાવે છે તેઓ લખે છે કે-મહાનિશીથ પુસ્તકનો ઘણે ખરે ભાગ ઉદ્દેઇ ખાઈ ગઈ તેથી જેટલું મળ્યું તેટલું ભેગું કરી આલાવાને ઉદ્ધાર કર્યો છે. શ્રીહરિભદ્રસૂરિ વિક્રમ સંવત પર લગભગમાં વિદ્યમાન હતા–તે વખતમાં તાડપત્ર ઉપર લખવાનું પ્રાયઃ કામ ચાલતું હતું. તેથી મહાનિ
For Private And Personal Use Only