________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગેરે આચાર્યોએ એક બીજાનું ખંડન કરી પોતપોતાના મતને અનુસરી ટીકાઓ રચી છે તેમાં પણ માસિન એ સૂત્રથી એક પદાર્થમાં તિરાડ અને નારિ ઘટતા નથી એમ પ્રતિપાદન કરી જેનેના અતિરિવાજ NEષનું ખંડન કરવા ફાંફાં માર્યા છે તેથી પણ સિદ્ધ થાય છે કે બ્રહ્મસૂત્ર રચનાર રૂષિના વખતમાં પણ જૈનેના સ્યાદ્વાદવાદનું ઘણું જોર હતું–શ્રીમથુરાની ટેકરી ખોદતાં લોર્ડ કનીંગહામના સમયમાં જૈનેનું પ્રાચીન મન્દિર નીકળ્યું છે તે પર લખેલા લેખના આધારે પણ જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે-યુરોપિયન પંડિત મોક્ષ મુલર કહે છે કે વેદધર્મના સૂત્રોની રચનાને કાળ લગભગ ત્રણ હજાર વર્ષને લાગે છે-ઈત્યાદિ વાતો જેવી હોય તો શ્રી વિધાનસૂરીશ્વર ગ્રન્થા જેવા, આ ઉપરથી પણ વેદધર્મ કરતાં જૈનધર્મ પ્રાચીન હતું એમ સિદ્ધ થાય છે–એક વખત દ્વારિકા-વલ્લભી રાજગૃહી વૈરાટ નગરત્રંબાવતી–દિલ્લી વગેરે નગરીઓમાં લાખે, કોડે મનુષ્યની વસતિ હતી અને તે વખતે તે નગરીઓની ઝાહેઝલાલી જુદા જ પ્રકારની હતી. અને હાલ તે તેનાં નામમાત્ર રહ્યાં છે. ખંડેર જેવી દેખાય છે તેમ એક વખત જૈનધર્મની ઝાહેઝલાલી દેશ વિદેશમાં પ્રસરી રહી હતી. તે વખતમાં ચારે પ્રકારની વર્ણ જૈનધર્મ પાળતી હતી. હાલ તેજ જૈનધર્મને વિસ્તાર જૂન થઈ ગયા છે-ચારે વર્ણમાં જૈનધર્મ રહ્યો નથી–સર્વ વસ્તુઓનો ઉત્પાદ વ્યય થયા કરે છે. દરિયામાં પણ ભરતી ઓટથી વૃદ્ધિ હાનિ દેખાયા કરે છે પ્રાચીન એવા જૈનધર્મને એક વખત વિશેષ પ્રકાશ દેખવામાં આવશે. બાર વાગ્યા પછી એક વાગે છે–જેને એક વાગ્યો છે તેના પાછા બાર વાગશે–જે ધર્મ સૂર્ય જે પ્રકાશી હતો તે હાલ અંધકારમાં આવી ગયો છે પણ પુનઃ તે સૂર્યના જેવો પ્રકાશી થવાનેરા માં-દેશે માં-ધર્મોમાં–બળમાં આ પ્રમાણે ચડતી પડતી થયા કરે છે–જૈનેનાં ઘણું સૂત્રોથી જૈનધર્મની પ્રાચીનતાની સિદ્ધિ થાય છે.
પ્રશ્ન–પ્રાચીન કાળમાં ચાર વર્ષે શું જૈનધર્મ પાળતી હતી.
ઉત્તર–હા-ચારે વણે જૈનધર્મ પાળતી હતી—ગમે તે વર્ણ જૈનધર્મ માની શકે છે અને પાળી શકે છે–જૈનધમેમાં નાતજાતને ભેદ નથી–જૈનધર્મએ આત્માનો ધર્મ છે. દરેક વર્ગના મનુષ્યમાં આત્માઆ રહ્યા છે-તેથી દરેકના આત્માની ઉન્નતિમાં દરેક વર્ષે જૈન ધર્મ પાળવો જોઈએ–શ્રી મહાવીરસ્વામીના વખતમાં ચારે વર્ણ જૈનધર્મ પાળતી હતી–મેતાર્યમુનિ ચંડાલના કૂળમાં ઉત્પન્ન થયા હતા. અને
For Private And Personal Use Only