________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે એમ કહી શકાતું નથી–સત્ય વક્તાઓના કરતાં અસત્ય બોલનાર ઓની સંખ્યા કરડે ઘણું વિશેષ છે–સાયન્સ પ્રોફેસરેની સંખ્યા કરતાં અસાયન્સવાળાઓની સંખ્યા કરેડ ઘણું છે–તેથી સાયન્સવિદ્યાશૂન્ય મનુષ્યનું કહેવું શું સત્ય ઠરી રાકે, અલબત ન ઠરી શકે, તે પ્રમાણે જૈનધર્મ માનનારાઓની ચૌદ લાખની સંખ્યા છે અને વેદધર્મ માનનારાઓની સંખ્યા વીશ કરોડ લગભગની હોય તો પણ તેઓને ધર્મ સત્ય ઠરી શકે નહીં–જે ધર્મને પ્રરૂપનાર સર્વજ્ઞ અને રાગદ્વેષથી રહિત હોય છે તે ધર્મ સત્ય કરી શકે છે–જૈનધર્મના પ્રરૂપનાર છેલ્લા તીર્થકર મહાવીરસ્વામી-રાગદ્વેષરહિત અને કેવલજ્ઞાની હતા તેથી મહાવીર પ્રભુને કથિત જૈનધર્મ સત્ય ઠરે છે–શ્રી મહાવીર સ્વામીના શિષ્ય ગૌતમ વગેરે ગણધરે હતા–તેથી તેઓએ મહાવીર પ્રભુનાં વચનને સૂત્રરૂપે ગુંચ્યાં અને તેઓના શિષ્યોની પરંપરાએ હાલ પણ પિસ્તાલીશ આગમ તરીકે (અમુક સંખ્યાને ઘટાડે થતાં છતાં પણ) વિદ્યમાન છે માટે તે સૂત્રોઆદિના આધારે જૈનધર્મ સત્ય ઠરે છે.
પ્રશ્ન-જૈનધર્મની પ્રાચીનતામાં કંઈ પ્રમાણ છે...?
ઉત્તર–શ્રી કલ્પસૂત્રના આધારે જૈનધર્મના સ્થાપનાર ચોવીશ તીર્થકરે છે અને તેમાં પ્રથમ તીર્થકર શ્રીરૂષભદેવ અમુક સાગરેપમ વર્ષ પહેલાં થયા છે. અર્થાત્ શ્રીરૂષભદેવ ભગવાનને થયાં અસંખ્ય વર્ષો વીતી ગયાં છે માટે જૈનધર્મની સવે ધમૅકરતાં વિશેષ પ્રાચીનતા સિદ્ધ થાય છે શ્રીસુવિધિનાથ અને શીતળનાથ તીર્થંકરના મધ્યસમચમાં કેટલાકે બ્રાહ્મણ ધર્મની સ્થાપના કરી છે–અને હાલ તેમાં અનેક ભેદ જોવામાં આવે છે–જૈનધર્મમાં સાધુઓને બ્રાહ્મણ-માનશ્રમણ વગેરે કહેવામાં આવે છે–અન્યધર્મમાં યોગવાશિષ્ટ નામને અન્ય છે તેના આધારે પણ જૈનધર્મની પ્રાચીનતા જોવામાં આવે છેવેદઉપર નિરૂક્ત રચનાર યાસ્કાચાર્ય હતા–તે યાસ્કાચાર્ય શ્રીશાકટાયન વ્યાકરણના પ્રયોગો આપે છે. શાકટાયન જૈન હતા–તેથી પણ સિદ્ધ થાય છે કે થારના પહેલાં પણ જૈનધર્મ હત–વેદના બ્રાહ્મણભાગ વગેરેમાં અરિષ્ટનેમિ તથા વૃષભ એમ બાવીશમા તથા પહેલા તીર્થકરનું નામ આવે છે-તેથી પણ સિદ્ધ થાય છે કે–વેદોની રચના પહેલાં જૈનધર્મ હતું અને તેથીજ અરિનિ અને વૃષભ આદિ તીર્થકરેનાં નામ જોવામાં આવે છે. શબ્દના અનેક અર્થ છે તેથી અિિા અને રૂપમને કેઈ અન્ય અર્થ કહે તોપણું રૂઢાર્થને ફેરવી નાખવાથી કંઈ ખરે અર્થ છુપાત નથી–બ્રહ્મસૂત્ર કે જેના ઉપર શંકર-રામાનુજ–વલભાચાર્ય,
For Private And Personal Use Only