________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, કર્મ સહિત તે રૂપી છે. અને કર્મ રહિત અરૂપી થાય છે, વ્યવહારથી રૂપી ગણાય છે અને નિશ્ચયનયથી અરૂપી કહેવાય છે.
કાલ ઉપચારથી દ્રવ્ય ગણાય છે, વર્તમાન ભૂત અને ભવિષ્ય એ ત્રણ ભેદ કાળના થાય છે, ગયેલા કાળને મૂરવમe (ગીત ) કહે છે, એક સમયમાં વર્તનારને વર્તમાનવાઇ કહે છે, જે કાળ આવશે તેને મવિશ્વાસ્ટ કહે છે જે ગુણ અને પર્યાયને ધારણ કરે છે તેને દ્રવ્ય
પ્રશ્ન–ષદ્રવ્યોની અંદર દરેક ધર્મવાળાએ માનેલાં તને સમાવેશ થાય છે?
ઉત્તર–હા સમાવેશ થાય છે. વેદાન્તિએ માનેલાં બ્રહ્મતને જીવદ્રવ્યમાં સમાવેશ થાય છે, અને માયાનો પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે, સાંખ્યદર્શને માનેલા પુરૂષને જીવદ્રવ્ય (આત્મદ્રવ્ય)માં સમાવેશ થાય છે, અને નિશ્ચયથી તને પુદ્ગલ દ્રવ્યમાં સમાવેશ થાય છે. ન્યાયદર્શને માનેલા પ્રમાણુ મેર આદિને જીવદ્રવ્ય, પુલદ્રવ્ય અને આકાશાદિ દ્રવ્યમાં સમાવેશ થાય છે. વિશ્વને માનેલા દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ એ સાત પદાર્થને પદ્રવ્યમાં સમાવેશ થાય છે, તેને માનેલા નવ દ્રવ્યનો પણષદ્રવ્યમાં સમાવેશ થાય છે. ગુણકર્મને પણું જીવાદિ દ્રવ્યમાં સમાવેશ થાય છે, સામાન્ય અને વિશેષ એ બે દ્રવ્યના સ્વભાવ હેવાથી જીવાદિ વરૂદ્રવ્યમાં સમાય છે, સમવાયસંબંધ પણ જીવાદિ દ્રવ્યને ધર્મ હેવાથી દ્રવ્યમાં સમાય છે, અભાવપણુ જીવાદિ દ્રવ્યને નાસ્તિષી હોવાથી દ્રવ્યમાં સમાય છે, બૌદ્ધદર્શને માનેલા વિજ્ઞાન આદિ ઔધોને પણ જીવાદિદ્રવ્યમાં સમાવેશ કથંચિતપણે થાય છે. આર્યસમાજીઓએ માનેલા ઈશ્વર અને આત્માઓને આમદ્રવ્યમાં (જીવદ્રવ્યમાં) સમાવેશ થાય છે. પ્રતિ પરમાણુ વગેરેને નિશ્ચયથી પુરુચમાં સમાવેશ થાય છે. રામાનુજ આચાર્ય માનેલા આત્માઓને આત્માસ્તિકાયમાં સમાવેશ થાય છે, તેમજ ઈશ્વરને પણ આત્માસ્તિકાયમાં સમાવેશ થાય છે, જડને પુદ્ગલાસ્તિકાય વગેરે અજીવ દ્રવ્યમાં સમાવેશ થાય છે. ચાવિક વા જડવાદિઓએ માનેલી જડ વસ્તુઓને પુલાસ્તિકાય વગેરે અછવદ્રવ્યમાં સમાવેશ થાય છે. પ્રીસ્તિઓએ માનેલા ઈશ્વર આત્મા જીવોને જીવાસ્તિકાય દ્રવ્યમાં સમાવેશ થાય છે અને જડ વસ્તુઓને પુકલાસ્તિકાય વગેરે દ્રવ્યમાં સમાવેશ થાય છે. મુસલમાનેએ માનેલા ખુદાને તથા રૂ એટલે આત્માઓને જીવાસ્તિકાય (ચેતનાસ્તિકાય)માં સમાવેશ થાય છે અને કિસ્મત આકાશ વગેરેને પુલાસ્તિકાય
For Private And Personal Use Only