________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
કાશમાં યુદ્ગલદ્રવ્ય રહ્યું છે. જેનામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અને આનન્દ આદિ ગુણા રહ્યા છે તે જીવદ્રવ્ય કહેવાય છે, જીવદ્રવ્ય અનન્ત છે. જીવના બે ભેદ છે. એક સંસારી, અને બીજા સિદ્ધ
કર્મસહિત જીવને સંસારિ જીવ કહે છે. કારણ કે તે સંસારમાં ગતિ કરે છે.
કર્મ રહિત જીવને સિદ્ધ જીવ કહે છે. કારણ તેણે આઠ કર્મના સંપૂર્ણ નાશ કર્યો છે. સંસારી જીવના બે ભેદ છે. ત્રસ અને થાવર.
જે જીવા સુખ દુઃખનાં કારણે એક ઠેકાણેથી અન્યત્ર ગમન કરી શકે છે તેને ત્રસ જીવા કહે છે. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય, જીવે ત્રસ કહેવાય છે. સ્થિરનામ કર્મવાળા જીવને સ્થાવર જીવ કહે છે. પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિ કાય એ સ્થાવર જીવા જાણવા, આ પાંચ સ્થાવરાને એક સ્પર્શેન્દ્રિય હાય છે, સ્પર્શ અને જિન્હા એ એ ઇન્દ્રિયાને ધારણ કરનારા શંખકેાડા, ગંડોલા, જળે, અલસીઆં વગેરે દ્વીન્દ્રિય જીવા જાણવા. સ્પર્શ, જિન્હા · પ્રાણેન્દ્રિય (નાક) એ ત્રણ ઇન્દ્રિયોને ધારણ કરનાર કીડી, મંકોડી, ઘીમેલ વગેરે જીવાને ત્રીન્દ્રિય જીવા કહે છે. સ્પર્શ, જીન્હા, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય એ ચાર ઇન્દ્રિયાને ધારણ કરનાર, વૃશ્ચિક, મગાઈ, ભમરા, ભમરીઓ, માખી, ડાંસ, તીડ, અને ખડમાંકડી વગેરે ચતુરિન્દ્રિય જીવા કહેવાય છે.
સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, અને શ્રોત્રેન્દ્રિય એ પંચ ઇન્દ્રિયાને ધારણુ કરનાર જીવને પર્ચેન્દ્રિય કહે છે.
પચન્દ્રિય જીવેાના દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ભેદ છે. ભુવનપતિ, વ્યંતર, જ્યાતિષ અને વૈમાનિક એમ દેવતા ચાર પ્રકારના છે, ગર્ભજ અને સમુચ્છમ એમ મનુષ્ય એ પ્રકારના છે. ગર્ભજ મનુષ્ય કેવલજ્ઞાન, મુક્તિ વગેરે પામી શકે છે, સમુચ્છિમ મનુષ્યા, મળ, મૂત્ર, વીર્યાદિ ચૌદ સ્થાનકમાં ઉત્પન્ન થાય છે તેનું અન્તમુહૂર્ત આયુષ્ય હાય છે, તેમજ તેઓને મન હોતું નથી. જલચર, થલચર, ખેચર, ઉરપરિસર્પ અને ભુજપરિસર્પે વગેરે તિર્યંચ પચેન્દ્રિય જીવે જાણવા. ગર્ભમાંથી ઉત્પન્ન થનારને ગર્ભજ તિર્યંચ પચેન્દ્રિય કહે છે અને ગર્ભવિના પણ ઉત્પન્ન થનારને સમુચ્છિમ તિર્યંચ પચેન્દ્રિય કહે છે. નરકના જીવા સાત નરકામાં રહે છે. સંસારી જીવાના ચૌદ ભેદ અને તેમજ પાંચસે ત્રેસઠ ભેદ થાય છે. તે તત્ત્વવિચાર, અવિચાર, લેાકપ્રકાશ, તત્ત્વાર્થસૂત્ર અને જીવાભિગમસૂત્ર વગેરેથી તેનું વિશેષ સ્વરૂપ જાણવું, અનંતા જીવે છે અને ચૌદ રાજલેાકમાં વ્યાપીને રહ્યા
For Private And Personal Use Only