________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ ) શકીએ. ઉદ્યમથી સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે, ઉદ્યમથી દુર્લભમાં દુર્લભ મુક્તિપદ મેળવી શકાય, છે તે તેનાથી લધુ એવાં અન્ય ધર્મકાર્યોની કેમ સિદ્ધિ કરી શકાય નહીં? અલબત કરી શકાય, સાધુઓએ જમાનાને અનુસરી જિનાગના અનુસારે બધ આપવો જોઈએ. શ્રાવક વગેરેએ સાધુ વર્ગના ઉપદેશ પ્રમાણે યથાશક્તિ કાર્ય કરવું જોઈએ. એ રીતે સાધુવર્ગની ઉન્નતિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના અનુસારે ઉપાયે હાથમાં લેવાય તે સત્વરે ઉન્નતિ થઈ શકે.
પ્રશ્ન—એવું સાંભળવામાં આવ્યું છે કે-જે જેને અધ્યાત્મી બની જાય છે તે ધર્મની ઉન્નતિના ઉપામાં ભાગ લેતા નથી. તેઓ ધર્મની વૃદ્ધિના ઉપાયમાં ઉદાસ તથા નિર્બલ દેખાય છે અને ધર્મના આચારોમાં પણ શિથિલપણું ધરાવે છે એ શું વાત ખરી છે?
ઉત્તર–નની અપેક્ષાપૂર્વક સત્ય અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરનારાએને માટે તેવું દેખવામાં આવતું નથી તેમજ તેવા પ્રકારના ખરા અધ્યાત્મજ્ઞાનિયે હોઈ શકે જ નહીં. ખરા અધ્યાત્મજ્ઞાનિય હૃદયમાં નિશ્ચયદષ્ટિ ધારણ કરી વ્યવહારથી ધર્મનાં કાર્યો કરે છે; ઉપદેશરૂપ ધર્મની ક્રિયાઓ કરે છે. પ્રભુપૂજા, ગુરૂવન્દન, ષડાવશ્યક કૃત્ય વગેરેમાં યથાશક્તિ ઉદ્યમ કરે છે. આત્માનું સ્વરૂપ જાણું અન્યોને પણ જૈનધર્મી બનાવે છે, અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી આત્માની શક્તિ છે જે ઉપાયોથી ખીલે તેવા યોગના ઉપાયરૂપ આચારને ભક્તિ પ્રીતિપૂર્વક સેવે છે. સર્વ ધર્મકાર્યોમાં ઉત્સાહથી વિવેકપૂર્વક ભાગ લે છે. એકાંતે શુષ્ક અધ્યાત્મને ધારણ કરવું નહીં. અધ્યાત્મજ્ઞાનની સાથે પોતાનાથી બની શકે તે તે ધર્મક્રિયાઓને સાધુશ્રાવકના અધિકાર પ્રમાણે કરવી જોઈએ. એકાન્તવાદ ગ્રહણ કરે યોગ્ય નથી.
પ્રશ્ન–એવું સાંભળવામાં આવ્યું છે કે, જે જેને યિાવાદી બની જાય છે તે એકાન્ત ક્રિયાને માને છે અને સમજ્યા વિના પણ ગાડરીયા પ્રવાહની પેઠે જ્ઞાનશૂન્યપણુએ ક્રિયાઓ કરે છે, અનેક ગ૭ની કિયાઓના ભેદે લડે છે, ગચ્છના ભેદે ધર્મની જુદી જુદી ક્યિા કરનારાઓ પરસ્પર એક બીજાથી વિરૂદ્ધ પડીને અન્યને ઉસૂત્રવાદી, વગેરે કહે છે, અને સંકુચિત દષ્ટિ ધારણ કરે છે, સામાન્ય ક્યિાના ભેદના લીધે તકરાર કરે છે, જ્ઞાનવંતની નિન્દા કરે છે. ઇત્યાદિ વાત શું ખરી છે?
ઉત્તર–નોની અપેક્ષાપૂર્વક તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી ધર્મની ક્રિયા કરનારાઓમાં પ્રાયઃ તેવું દેખવામાં આવતું નથી, તેમજ ખરા જ્ઞાની જેને તેવા પ્રકારના હોઈ શકે નહીં, જ્ઞાનિર્જનો નિશ્ચયદષ્ટિ હૃદયમાં
For Private And Personal Use Only