________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) ધારણ કરી, જ્ઞાનપૂર્વક દરેક ક્રિયાઓને ભક્તિ અને પ્રીતિથી કરે છે, દરેક ક્રિયાનાં રહસ્યોને જ્ઞાનથી સમજે છે અને કરે છે હું જ્ઞાન ને જે રિરિસા પહેલું જ્ઞાન અને પશ્ચાત ક્રિયા એ ન્યાયને અનુસરે છે, ગીતાર્થ નાનપુરૂની આજ્ઞાપૂર્વક ધર્મ ક્રિયાઓને કરે છે. જ્ઞાનપૂર્વક ક્રિયા કરનારા જેને અન્યને પણ બોધ આપી જૈન બનાવે છે, અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કરી ધર્મની ક્રિયાના યોગને પ્રીતિપૂર્વક આદરે છે, અધ્યાત્મજ્ઞાન અને યોગજ્ઞાનની વૃદ્ધિનાં કાર્યોમાં ઉત્સાહથી વિવેકપૂર્વક ભાગ લે છે, એકાન્ત ક્રિયા કરતા નથી. રહસ્ય જ્ઞાનશૂન્ય ક્રિયાજડવાદીઓ બનતા નથી, એકાતે જેને ાિજડે બનતા નથી, ધર્મની ક્રિયાઓની સાથે બની શકે તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાન આદિ તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરવા ચૂકતા નથી. તેમજ જ્ઞાનિ પુરૂષેની નિન્દા કરતા નથી, ગચ્છની ભિન્ન ભિન્ન યિાના ભેદના લીધે પરસ્પર કલેશની ઉદીરણું કરી લડતા નથી, અને પરસ્પર એક બીજાને નિÇવ આદિ બેલી કેઈની લાગણી દુ:ખવતા નથી, તેજ જ્ઞાનપૂર્વક ક્રિયા કરનારા જૈને જાણવા, જ્ઞાનપૂર્વક ધર્મની યિા કરનારાઓ, ક્રિયાઓનાં રહસ્યોને સમજી વિશાલદષ્ટિ ધારણ કરે છે. સાતનની અપેક્ષાઓ સમજનારા જૈને એકાન્ત વ્યવહાર વા એકાન્ત નિશ્ચય નયને કદાગ્રહ કરતા નથી, કારણ કે તેઓ અનેકાન્ત વાદને સારી રીતે જાણું શકે છે. જ્ઞાન અને ક્રિયા એ બેથી મેક્ષ માને છે,
પ્રશ્ન અનેકાન્તવાદ એટલે શું?
ઉત્તર–દરેક વસ્તુઓમાં (દ્રવ્યોમાં) અનન્તા ધર્મ રહ્યા છે, તેથી તે ભિન્ન ભિન્ન ધર્મોને નોની અપેક્ષાપૂર્વક પ્રતિપાદન કરવામાં આવે છે, અમુક નયની અપેક્ષાએ અમુક દ્રવ્યમાં અમુક ધર્મ છે અને અમુક નયની અપેક્ષાએ તે ધર્મ નથી એમ એકાન્ત (હઠ, અપેક્ષા શૂન્યવાદ) પણું ત્યાગ કરીને જે વાદ, વસ્તુઓના અનેક ધર્મોને ભિન્ન ભિન્ન નોની અપેક્ષાએ કહે છે તેને અનેકાન્તવાદ અથવા સ્યાદ્વાદ દર્શન કહે છે, અથવા તેને જૈનદર્શન કહે છે. દષ્ટાન્ત જેમ અમુક પુરૂષ, પિતાની અપેક્ષાએ પુત્ર છે અને પુત્રની અપેક્ષાએ તે બાપ છે, દાદાની અપેક્ષાએ પૌત્ર કહેવાય છે. એમ એક પુરૂષમાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ પુત્રત્વ પિતૃત્વ અને પૌત્રત્વ આદિ અનેક ધર્મ રહે છે તેને પ્રતિપાદન કરનાર વાદને અનેકાન્તવાદ કહે છે અને તે પ્રમાણે ભિન્ન ભિન્ન અપેક્ષાએ ભિન્ન ભિન્ન ધર્મ, એક વસ્તુમાં ન સ્વીકારે અને પિતાને, પિતાજ કહેવાય પણું તેના, બાપની અપેક્ષાએ પુત્ર કહેવાય નહીં એમ એકાંત હઠવાદને અપેક્ષાવિન માને તે એકા
For Private And Personal Use Only