________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) ૫ સ્થૂલ પરિગ્રહ પરિમાણનિયમ. ૬ દિગવિરમણવ્રત. ૭ ગોપભોગ વિરમણવ્રત. ૮ અનર્થદંડવિરમણવ્રત. ૮ સામાયિકત્રત. ૧૦ દેશાવગાશિકત્રત. ૧૧ પૌષધોપવા સત્રત. ૧૨ અતિથિસંવિભાગવત–
પ્રશ્ન–વડાવશ્યકનો સંક્ષિપ્ત શબ્દાર્થ શું છે?
ઉત્તર–૧ સામાવ–કેઈપણ પદાર્થઉપર રાગ વા દ્વેષ કર્યા વિના સમભાવ રાખો. ૨ જુરાતિસવ-ચોવીશ તીર્થકરોની સ્તુતિ કરવી. ૩ વજન-ગુરૂને વિધિપૂર્વક વન્દન કરવું. ૪ પ્રતિમા–ત્રમાં લાગેલા દોષાને આલેચી પુનઃ નહિ કરવાની ભાવના ભાવવી. ૫ પ્રત્યાઘાનપ્રત્યાખ્યાન કરવું-દીવસમાં નમુક્કાર સહિત ઉપવાસઆદિ. રાત્રીસંબંધી દુવિહારાદિ. ૬ વાયરસ-કાયાપર થતા મમત્વ ભાવને ત્યાગ. (વિશેષ સ્વરૂપ આવશ્યક સિદ્ધાન્તો તથા ગુરૂગમથી સમજવું.) દરેક વિરતિધર જૈનને મુખ્યતાએ આ છ આવશ્યક ક્રિયાઓ પ્રાતઃકાલ અને સૂર્યાસ્ત સંધ્યાએ કરવાની છે. બે વખતનાં આ છ આવશ્યક જ્ઞાનપૂર્વક કરવાથી સકુણેની વૃદ્ધિ થતી જાય છે.
પ્રશ્ન-શ્રાવ એટલે શું?
ઉત્તર–જે જૈનતોની શ્રદ્ધા ધારણ કરીને વિવેક અને ક્રિયાની સમુખ ગૃહવાસમાં રહીને યથાશક્તિ થાય છે તેને શ્રાવક કહે છે. અથવા જૈનતત્વની શ્રદ્ધા ધારણ કરી અથવા તે શ્રદ્ધા અને વ્રત એ બેને ધારણ કરીને ગુરૂના તત્ત્વઉપદેશને સાંભળે છે તેને શ્રાવક કહે છે.
પ્રશ્ન-સાધુ એટલે શું?
ઉત્તર–ગુરૂની પાસે વ્યવહારનયથી સમ્યકત્વપૂર્વક પંચમહાવ્રતને ઉચરીને અને રજોહરણ, મુખવસ્ત્રિકા આદિ ધર્મોપકરણું છે તેને ધારી જિનાજ્ઞાપૂર્વક જ્ઞાન, દર્શન અને ચારિત્રને જે સાધે છે તેને સાધુ કહે છે.
પ્રશ્ન–સાધુવી અને શ્રાવકવર્ગમાં ગુરૂ કેણુ અને ભક્ત ઉપાસક સેવક કેણુ?
ઉત્તર–ગુરૂતરીકે સાધુવર્ગ જિનાજ્ઞાપૂર્વક ગણાય છે. અને શ્રાવકવર્ગ સેવક,ભક્ત, ઉપાસક, શ્રાદ્ધતરીકે ગણ્ય છે. રજોહરણ મુખવસ્ત્રિકાદિ વેષવિના વ્યવહારે સાધુપણું વા ગુરૂપણું ગણાતું નથી. સૂત્રોમાં શ્રાવકને શ્રમણોપાસક કહ્યું છે. સાધુની ઉપાસના કરનાર શ્રાવક છે, સાધુ શ્રમણ, મુનિ, સંયત, ભિક્ષુ, માહણ, યતિ, સર્વ વિરતિધર, વગેરે સાધુએનાં નામ જાણવાં.
પ્રશ્ન–ચાર પ્રકારને સંઘ (તીર્થ) કયાં કારણેથી ભેગો થઈ શકે છે?
ઉત્તર–જૈનશાસનની ઉન્નતિ આદિમાટે ચાર પ્રકારને સંઘ ભેગે થઈ શકે છે.
For Private And Personal Use Only