________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૭ ) પ્રશ્ન-ચાર પ્રકારના સંઘમાં મુખ્ય કેણું ગણાય અને જ્યારે ચતુર્વિધ સંઘ ભેગા થાય ત્યારે કાણું પ્રમુખ-મુખ્ય અધિપતિ તરીકે ગણાય?
ઉત્તર–સાધુ સાધવી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર પ્રકારના સમુદાયમાં પ્રથમ નંબરે સાધુવર્ગ મુખ્ય ગણાય છે, બીજા નંબરે સાવીવર્ગ, ત્રીજા નંબરે શ્રાવકવર્ગ અને ચોથા નંબરે શ્રાવિકા વર્ગ ગણાય છે, સાધુઓમાં પણ સૂરિ (આચાર્ય) મુખ્ય ગણાય છે. તેથી ઉતરતા દરજાના ઉપાધ્યાય આદિ પદવી ધરે જાણવા. જ્યારે ચાર પ્રકારનાં સંઘનો સમુદાય ભેગો થાય છે ત્યારે આચાર્ય (સૂરિભગવાન)ને પાટ ઉપર વિરાજીત કરવામાં આવે છે. ઉપાધ્યાય વગેરે પાસે બેસે છે. સાધુવર્ગ પાસે પાટ ઉપર બેસે છે. સાધવીવર્ગ એક બાજુ બેસે છે. શ્રાવક સંઘ આચાર્યની સન્મુખ નીચે બેસે છે. તતપશ્ચાત્ શ્રાવકની પાસે નજીકમાં એક તરફ શ્રાવિકાસંઘ બેસે છે. ચારે સંઘ પરસ્પર એક બીજાની સમ્મતિ લઈ આચાર્યની સન્મુખ ધર્મવૃદ્ધિના ઉપાયો માટે ઠરાવ કરવામાં આવે છે. અન્યપણુ ચતુર્વિધ સંઘ, યોગ્ય ધાર્મિક કૃત્યોના નિર્ણય પર શાસ્ત્રાધારે ચર્ચા ચલાવી ચતુર્વિધ સંઘની સમ્મતિ લેઈ ધર્મવૃદ્ધિના ઉપાયના ઠરાવો કરવામાં આવે છે. ચતુર્વિધ સંઘના સમુદાયને રિવર સમા, મામા, જૈન શ્વેતાંબર સંઘ વગેરે નામથી ઓળખવામાં આવે છે, આચાર્યોના ઉપર કહેલાં કાર્યો કરવાની શક્તિ જેનામાં હોય, તેને સાધુઓ, સાધવીઓ, શ્રાવકે અને શ્રાવિકા એરૂપ ચતુર્વિધ સંઘ મળી આચાર્ય પદવી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને અનુસરી શાસ્ત્રાધારે આપે છે. શ્રાવક અને શ્રાવિકાઓ દ્વિવિધસંઘ પોતાના ગૃહસંસારનાં આર્થિક કાર્યો તથા પિતાને ગ્ય એવાં વ્યાવહારિક ધાર્મિક કાર્યો માટે શ્રાવકસંઘની પિત્ત (કોન્ફરન્સ) તરીકે ભરે છે. અને તેમાં શ્રાવકવર્ગ યોગ્ય કેટલીક ધાર્મિક કૃત્યની બાબતમાં શાસ્ત્રાધારે સાધુવર્ગની સમ્મતિ લઈ શકે છે. આ પ્રમાણે ચતુર્વિધ સંઘ પિતાના ધર્મની ઉન્નતિ માટે પ્રાપ્ત થયેલી શક્તિને ઉપગ કરી જૈનધર્મને પ્રતિદિન ફેલાવે કરવા પ્રયત્ન કરે છે.
પ્રશ્ન–સાધુ વર્ગની ઉન્નતિ કેવી રીતે થઈ શકે?
ઉત્તર–અનેક પ્રકારની ભાષાનું જ્ઞાન લેઈ અનેક ધર્મવાળાઓનાં શાસ્ત્રો વાંચી તથા અનુભવી તેમજ જૈનધર્મને સારી રીતે અભ્યાસ કરી સાધુ અને સાવી થવાને યોગ્ય એવા સગુણ મેળવી શ્રાવકે અને શ્રાવિકાઓ જે સાધુ અને સાધ્વી તરીકે થાય તો તેઓ અલ્પવર્ષમાં સાધુવર્ગની ઉન્નતિ કરી શકે છે. જ્ઞાન, દર્શન ચારિત્રાદિ ગુણેની ખીલેલી શક્તિ પ્રમાણે સાધુ વર્ગની ઉન્નતિને તરતમોગ શાસ્ત્રાનુસારે સમજ.
For Private And Personal Use Only