________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮ [૪] સાહસ્મિઅંમિ પત્તે ઘરંગણે, જસ્સ હેઈન હુ નેહે; નૈમિત્તિક શાસ્ત્રોના જાણપણુવડે જિનશાસનની પ્રભાવના કરે તે (પ) તપરવી– ઉગ્ર તપશ્ચર્યા વડે જિનશાસનની પ્રભાવના કરે તે (૬) વિદ્યાવાન-વિશિષ્ટ વિદ્યા-મંત્ર વડે જિનશાસનની પ્રભાવના કરે તે (૭) સિદ્ધિ સંપન્ન-અંજન આદિની સિદ્ધિઓ વડે જિનશાસનની પ્રભાવના કરે તે. (૮) કવિ-કવિત્વ શક્તિ વડે જિનશાસનની પ્રભાવના કરે તે. (આ આઠ પ્રભાવક જિનશાસનની પ્રભાવના કરનારા હોય છે,
પાવયણું ધમ્મકહી વાઈ, નેમિત્તએ તવસ્સી ય; વિજજા સિદ્ધય કઈ અદેવ પભાવગા ભણિયા (૧)
(૫) ભૂષણ–(૧) જૈનશાસનેકૌશલમ-શાસ્ત્રાનુસારી ક્રિયા કરવામાં કુશળ હોય તે (૨) તીર્થસેવા-સ્થાવરતીર્થ શત્રુંજયાદિ તથા જંગમતીર્થ સાધુ-સાધ્વી તે બંને તીર્થોની યથાયોગ્ય સેવા કરવામાં તત્પર હોય તે. (૩) ભક્તિ -શ્રી સંઘની યથાયોગ્ય ભક્તિ કરે તે. (૪) ધૈર્ય-સમકિતમાં દઢતા ધારણ કરે તે. (પ) જિનશાસન પ્રભાવના-જિનશાસનની બીજાઓ પણ અનુમોદના કરે એવા કાર્યો કરે તે. (આ પાંચ ભૂષણ સમકિતને શોભાવનારા છે).
(૫) લક્ષણ-(૧) શમઃ (ઉપશમ) – કષાયોને દબાવે–મંદ કરે, ક્રોધને ક્ષમાથી દબાવે, માનને વિનયથી દૂર કરે, માયાને સરળતાથી દૂર કરે, લેભાને સંતોષથી દબાવે. (૨) સંગઃ- મોક્ષની તીવ્ર અભિલાષા ધારણ કરે, ચક્રી અને ઇન્દ્રના સુખને પણ દુઃખકારી જાણે. (૩) નિર્વેદઃ—સંસારની વિષમતા જાણ વૈરાગ્યભાવ ધરે. (૪) અનુકંપા—દીનદુઃખના દુઃખોનું નિવારણું કરે તેમ જ ધર્મ રહિતને જોઈ ભાવદયા ચિન્તવે તે. (૫) આસ્તિક્યમ–શ્રી જિનેશ્વરોએ ભાખેલ નવે તવેમાં યથાર્થ હેયોપાદેયતા ધારણ કરે (આ પાંચ લક્ષણેથી પિતામાં રહેલ સમકિતભાવની પ્રતીતિ કરાય છે). *
For Private And Personal Use Only